તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાવી જેતપુર એપીએમસીમાં વેપારી વિભાગના એક ઉમેદવારનું ફોર્મ રદ કરાયું

પાવી જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગમાં 32 અને વેપારી વિભાગમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય

પાવી જેતપૂર એપીએમસીની ચૂટણીમાં ગઇકાલે ખેડૂત વિભાગમાં 32 અને વેપારી વિભાગમાં 9 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ સોમવારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગના 32 ફોર્મ માન્ય કરવામાં આવ્યા હતા. જ્યારે વેપારી વિભાગમાં એક ઉમેદવાર નગીનભાઈ મળીયાભાઇ રાઠવા, કોહીવાવ નાઓએ ઉમેદવારી પત્રમાં વેપારીનું લાયસન્સની કોપી રજૂ કરવાની હોય છે. જે કરી ન હોવાથી તેમનું ફોર્મ અમાન્ય થતાં 8 ઊમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. આગામી 9 સપ્ટેમ્બરના રોજ ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ છે. ત્યારે જ આખરી ચીત્ર ખબર પડશે.

પાવી જેતપુર APMCની ચૂંટણીમાં જિલ્લા ભાજપના મોટા નેતાઓએ પણ ઝંપલાવ્યું
પાવી જેતપુર એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ અને હાલના એપીએમસીના ચેરમેન મયુર પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, તાલુકા ભાજપાના પ્રમુખ બાબુભાઇ રાઠવા, પાવી જેતપુર એપીએમસીના વાઇસ ચેરમેન ગોવિંદ રાઠવા, પાવી જેતપુરના એપીએમસીના પૂર્વ પ્રમુખ અતુલ શાહ સહિત 40 ઉમેદવારો ચૂટણીના મેદાનમાં ઉતર્યા છે.

ભાજપની શાખ દાવ પર
મહત્વની વાત એ છે કે હાલ પાવી જેતપુર એપીએમસીમાં ભાજપની સત્તા છે. તેમ છતાં ભાજપના જ બે જૂથ સત્તા મેળવવા માટે ચૂંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસ માત્ર ખાનાપૂર્તી માટે ચૂંટણી લડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ પાછલા બારણે કોંગ્રેસ ભાજપના જ એક જૂથને સપોર્ટ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના એક જૂથને સપોર્ટ કરીને સત્તા મેળવવા ભાજપને અંદરોઅંદર લડાવીને સત્તા કબ્જે કરવાની લાલસા હોય તેવું લાગી રહ્યું છે. અને જો ભાજપના બે જૂથની લડાઈમાં કોંગેસ મેદાન મારી જાય તો ભાજપની સાખ જાય તેવી દહેશત ભાજપના નેતાઓમાં જોવા મળી રહી છે.

જિલ્લા ભાજપ દ્વારા મેંડેટની રણનીતિ નક્કી કરાઈ હોવાનું જાણવા મળ્યું
ભાજપની આંતરીક જૂથબંધીને લઈને જિલ્લા ભાજપ દ્વારા મેંડેટ આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને મેંડેટ આપવામાં આવશે તે ભાજપનો માન્ય ઉમેદવાર ગણાશે. ભારે માથાપચ્ચી બાદ આગામી 9 સપ્ટેમ્બરના રોજ પાવી જેતપુર એપીએમસીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...