છોટાઉદેપુરની પેડ વુમન:વીજળી ગામની દીકરી સેનિટરી પેડ વિશે જાગૃત કરી રહી છે

પાવી જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી વિસ્તારમાં સેનિટરી પેડની જાગૃતિ માટે સંઘર્ષ કરતી યુવતીની કહાની
  • છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અમરસિંગ રાઠવાની દીકરી બની પેડ વુમન

છોટા ઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે. આ જિલ્લામાં આદિવાસીઓમાં શિક્ષણની સાથે સાથે આરોગ્યની જાગરૂકતાનો પણ અભાવ જોવા મળે છે. એમાં પણ મહિલાઓમાં ખાસ કરીને આરોગ્યની સમજનો અભાવ જોવા મળે છે. આવા સંજોગોમાં ગુજરાતનાં અતિ પછાત એવા કવાંટના વીજળી ગામની અને પૂર્વ સાંસદ અમરસિંગ રાઠવાની દીકરી પેડ વુમન બનીને મહિલાઓને જાગૃત કરતી જોવા મળી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ તેમને લગતા આરોગ્યની જાણકારી અંગે સાવ અજાણ જોવા મળે છે. જ્યારે મહિલાઓ માસિક ધર્મમાં આવે છે ત્યારે કેવી કાળજી રાખવી, કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જેથી અન્ય બીમારીઓ અને કોઈ નુકસાન ન થાય તે માટે બિલકુલ અજાણ જોવા મળે છે. જિલ્લાની મોટાભાગની મહિલાઓ માસિક ધર્મ દરમિયાન કપડાનો દેશી પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘણા બધા મહિલાઓને લગતા રોગ થાય છે. ત્યારે આ મહિલાઓને આ માટે જાગૃત કરવા માટે કવાંટનાં આદિવાસી વિસ્તારના વીજળી ગામના અને પૂર્વ સાંસદ અમરસિંગ રાઠવાની દીકરી રાધિકા રાઠવા પેડ વુમન બનીને મહિલાઓની વ્હારે આવી છે.

રાધીકા રાઠવા હાલ સેનિટરી પેડ બહાર બનાવડાવીને તેને વિજળી ગામમાં જ પેકેજ કરાવીને ગામ ગામ અને ઘેર ઘેર ફરીને સેનિટરી પેડ વાપરવા માટે જાગૃત કરવા માટે ફરી રહી છે. અને આદિવાસી મહિલાઓને સેનિટરી પેડ વાપરવા માટે અને સાથે સાથે જે મહિલાઓને રોજગારી મેળવવા માટે આ સેનિટરી પેડનું કામ કરવું હોય તે માટેની પણ વ્યવસ્થા કરે છે. જેને લીધે આદિવાસી મહિલાઓ સેનિટરી પેડ વેચીને રોજગારી મેળવી શકે.

અમે છેલ્લા એક વર્ષથી ધીમેધીમે કામ શરૂ કર્યું છે, હજુ આગળ વધારીશું
હું આ વિસ્તારમાં કાયમ પ્રવાસ કરુ છું. બહેનોને મળું છુ. એક દિવસ અમે બેઠા હતા અને વાતો કરતાં હતા, માસિક ધર્મ વિષે થોડી ચર્ચા થઈ, ત્યારે મારા દિમાગમાં આ માટે સેનિટરી નેપકિન્સનો એક પ્રોજેકટ ચાલુ કરવાનો વિચાર આવ્યો. જેનાથી જાગૃતતા ફેલાય, બહેનો બિઝનેસમાં જોડાય, અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, અને એને લઈને અમે ઉત્પાદન શરૂ કર્યું. વડોદરા ખાતે એક કંપનીમાં હાલ પેડ બનાવડાવીએ છે. અને પોતાની બ્રાન્ડ પણ બનાવી, જેનું પેકિંગ અમે વીજળી ખાતે બધી મહિલાઓ ભેગી થઈને કરે છે. 1 વર્ષથી ધીમેધીમે કામ શરૂ કર્યું છે, અને આગળ વધારવાના છે- રાધીકા રાઠવા, સામાજિક કાર્યકર અને પૂર્વ સાંસદ અમરસિંગ રાઠવાની દીકરી, વીજળી

અન્ય સમાચારો પણ છે...