અકસ્માત:ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં શિક્ષકનું મોત, પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયો

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષક દશરથસિંહ - Divya Bhaskar
શિક્ષક દશરથસિંહ
  • પાવીજેતપુરના રાજપુર પાસે અકસ્માત સર્જાયો

પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. પાણીમાઇન્સ તરફથી આવતો છોટાહાથી અને ભીખાપુરા તરફથી આવતા એક્ટિવા ચાલક શિક્ષકને અકસ્માત નડ્યો હતો. જેમાં એક્ટિવા ચાલક શિક્ષક દશરથસિંહને ગંભીર ઈજા થતા તેઓને નજીકની કદવાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેઓનો પુત્ર શ્રેયાન્સને ગંભીર ઈજા પહોંચતા. તેને બોડેલી ખાતે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં એક શિક્ષકનું મોત થતા કદવાલ, ભીખાપુરા પંથકના શિક્ષક આલમમાં ભારે શોક છવાયો હતો. બનાવની જાણ નજીકના પોલીસ મથક કદવાલ ખાતે કરાતા કદવાલ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...