તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:પાવીજેતપુરના કુંડલ નજીક સુખી ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

પાવીજેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્થિર મગજનો યુવાન 5 દિવસ અગાઉ ઘર છોડીને નીકળી ગયો હતો

પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામ નજીક આવેલા સુખી ડેમમાં એક યુવાનની લાશ પાણીમાં તરતી ગામલોકોને જોવાં મળી હતી. લાશને જોવા મળતાં જ ગામ લોકોએ તાત્કાલિક ઝોઝ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આસપાસનાં ગામડાઓમાંથી કોઈ વ્યક્તિ ગુમ થયેલ છે કે કેમ તેવી વ્યકિતની તપાસ કરી હતી.

સુખી ડેમ નજીક આવેલ છોટાઉદેપુર તાલુકાનાં વચલી ભીત ગામનો એક યુવાન ગુમ થયેલ હોવાનું જાણવા મળતાં પોલીસે તેમના પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવી લાશની ઓળખ કરાવતાં તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ અમારો છોકરો છે જેનું નામ નિતેશ રાઠવા છે જે થોડો અસ્થિર મગજનો હોવાથી પાંચ દિવસ અગાઉ ઘર છોડીને નીકળી ગયેલ હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનાની ઝોઝ પોલીસે મરણજનાર વ્યક્તિનાં પરિવારજનોને સાથે રાખી પંચકયાસ કરી લાશને પાણીમાંથી બહાર કાઢી તેને પાવીજેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...