લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા કદવાલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાઓમાં છેલ્લાં 5 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરને સૂચના આપેલ, જે સબંધે એચ.એચ.રાઉલજી LCB સ્ટાફના પોલીસ માણસો સાથે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેનું નામઠામ પૂછતા પોતે વરશનભાઇ રડતીયાભાઇ રાઠવા રહે.ધડાગામનો હોવાનું જણાવતા આ ઇસમ છોટાઉદેપુર પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. 52/2018 પ્રોહી કલમ 65 ઇ, 98 (2) તથા કદવાલ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. 36/2018 પ્રોહી એકટ 65 ઇ, 98 (2) મુજબના ગુનાઓના કામે નાસતો ફરતો હતો. જેથી આ ઇસમની પૂછપરછ કરી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.