ભારે મુશ્કેલી:ડૂબાણમાં ગયેલા મુઠઇ ગામના 200 લોકોને તંત્રે વીજળીની સુવિધા આપી માટે ગામ છોડતા નથી

પાવીજેતપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક છેડેથી બીજે છેડા જવા સુખી ડેમ પસાર કરતા ગ્રામજનો. - Divya Bhaskar
એક છેડેથી બીજે છેડા જવા સુખી ડેમ પસાર કરતા ગ્રામજનો.
  • જીવના જોખમે સુખીડેમના પાણીમાંથી ટ્યુબને સહારે પસાર થવા મજબૂર છે કુંંડલ, લુણાજા અને મુઠઇના ગ્રામજનો
  • ઠાઠયાના સહારે સુખીડેમનું પાણી પસાર કરતાં સ્થાનિકો, વૈકલ્પિક રસ્તેથી જતા લગભગ 5 કિલોમીટરનો ફેરો પડે છે

પાવી જેતપુર તાલુકાનો સુખીડેમ જીવાદોરી મનાય છે પરંતુ કુંડલ, લુણાજા અને મુઠઈના ખેડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છે. આ ત્રણે ગામના ખેડૂતો હાલ સુખીડેમના પાણી જીવના જોખમે ઠાઠયાના સહારે પસાર કરીને ખેતી કરી રહ્યા છે. સુખીડેમ પંથકના લોકો માટે આશીર્વાદરૂપ છે. ત્યારે કુંડલ, લુણાજા અને મુઠઈના ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. પાવી જેતપુર તાલુકાનું મુઠઈ ગામ સુખીડેમના 1979ના વર્ષમાં ડૂબાણમાં જતું રહ્યું છે. પરંતુ આ ગામમાં કુંડલ, લુણાજા અને મુઠઈના લોકોની ખેતીની જમીન આવેલી છે. જ્યાં ત્રણેય ગામના ખેડૂતો ખેતી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.

કુંડલ અને લુણાજા ગામની સામે બાજુ મુઠઈ ગામ આવેલું છે. અને વચ્ચે એક કોતર પસાર થાય છે જ્યાં હાલ સુખીડેમના પાણીનો સંગ્રહ થયેલો છે. જેને કારણે કુંડલ, લુણાજાના ખેડૂતોને મુઠઈ જવા માટે સુખીડેમના પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. આ પાણી પસાર કરવા માટે તેઓએ બે ટ્યૂબ અને તેના પર ખાટલો બાંધીને જીવના જોખમે પાણી પસાર કરવું પડે છે. એવી જ રીતે મુઠઈના ગ્રામજનોને પણ કોઈપણ કામ માટે કુંડલ, લુણાજા થઈને અન્ય ઠેકાણે જઈ શકાય છે ત્યારે તેઓએ પણ સુખીડેમનું પાણી મજબૂરીએ જીવના જોખમે પસાર કરવું પડે છે.

હાલ તો આ ત્રણે ગામના લોકોને માટે વૈકલ્પિક રસ્તો છે પરંતુ તે લગભગ 5 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે તેમ છે. જેને કારણે ગરીબ આદીવાસી ખેડૂતોને પોસાય તેમ નથી. જેને કારણે આ લોકોએ પોતાની આગવી સુજબુજથી ટ્યૂબ અને ખાટલાનો ઉપયોગ કરી રહ્યા છે. અને હવે તકલીફો દૂર કરવા પુલ બને તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

શું છે ઠાઠયું જેનો લોકો ઉપયોગ કરે છે ?
કુંડલ, લુણાજા અને મુઠઈના ગ્રામજનો ઠાઠયાના સહારે ડેમના પાણી પસાર કરી રહ્યા છે. બે ટ્યૂબ અને તેના અપાર ખાટલાને ઊંધો બાંધીને ઠાઠયું બનાવવામાં આવે છે અને પાણીના બંને છેડે એક પાતળી દોરી બાંધીને તેને ખેંચીને આ ઠાઠયું ખેચે છે અને આ રીતે સ્થાનિક લોકો પાણી પસાર કરે છે.

મુઠઈ ગામ ડૂબાણમાં છતાં 200ની વસ્તી
મુઠઈ ગામ સુખીડેમમાં ડૂબાણમાં ગયું છે પરંતુ ખુલ્લી રહેતી જમીનમાં અસલ જમીન માલિક અહીયાં વસવાટ કરીને ખેતી કરી રહ્યા છે. હાલ આ ગામમાં લગભગ 200 જેટલા લોકોનો વસવાટ છે. અને સરકાર દ્વારા આ ગામમાં લાઇટની સુવિધા પણ આપવામાં આવી છે.

શા માટે જીવના જોખમે પસાર થાય છે લોકો ?
કુંડલ , લુણાજા અને મુઠઈના લોકો માટે વૈકલ્પિક રસ્તો ખર્ચાળ અને સમય વેડફાય જાય તેવો છે. જે ગરીબ આદીવાસીઓને પોષાય તેમ નથી. જેને કારણે પોતાની સુજબૂજથી ટ્યુબ અને ખાટલાનો ઉપયોગ કરીને તેના દ્વારા પાણી પસાર કરી રહયા છે.

6 મહિના અતિશય તકલીફ વેઠવી પડે છે
સુખીડેમનું પાણી ચોમાસામાં આવી જાય ત્યારબાદ લગભગ ફેબ્રુઆરીએ મહિના સુધી એટલે કે લગભગ 6 મહિના સુધી રહે છે. ત્યાં સુધી સ્થાનિક લોકોને આવી તકલીફ સહન કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...