તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે ખનનની ફરિયાદ:ખાણ ખનીજ વિભાગે સર્વે કર્યો : ખાલી હાથે પાછા ફર્યા

પાવી જેતપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાવી જેતપુર ચલામલી રોડ પર ઓરસંગ નદીની બાજુમાં રેતીની લીઝોમાં નિયમ વિરુદ્ધ ખનન ચાલતું હોવાની રજૂઆત જિલ્લા વહીવટી તંત્રને થતાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં નિયમ મુજબ ખાણકામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર ગામની સીમમાં ઓરસંગ નદીમાં રેતીની લીઝો આવેલી છે. આ લીઝના સંચાલકો દ્વારા પુલથી 200 મીટરની અંદર ખાણકામ કરાતું હોવાની અને તેને લઈને પુલના પાયા પણ ખુલ્લા થઈ ગયા હોવાની રજૂઆત વહીવટી તંત્રને કરવામાં આવી હતી. જેના સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક આ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન રેતીની લીઝના સંચાલકો દ્વારા પુલથી 200 મીટર દૂર રેતી ખનન નિયમ મુજબ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વિઘ્નસંતોષીઓ દ્વારા ગ્રામ પંચાયત અને સરકારની તીજોરીને નુકસાન થાય તે હેતુથી કારસો રચ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

રેતી-કાંકરાની ગ્રાન્ટ એ ગ્રામ પંચાયત માટે આશીર્વાદરૂપ છે
પાવી જેતપુરની ઓરસંગ નદીમાં બધી જ રેતીની લીઝમાં નિયમ મુજબ 200 મીટર દૂર ખાણકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરાઇ હતી અને નિયમ મુજબ ચાલતું હોવાનું જણાયું છે અને તે મુદ્દે પંચકેસ પણ કરવામાં આવ્યો છે. રેતીની લીઝોને કારણે પાવી જેતપુર ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને તેનાથી જ ગામમાં વિકાસના નવા નવા કામો કરવામાં આવે છે. પંચાયતમાં આવકનો બીજો કોઈ સોર્સ નથી. એવા સમયે રેતી કંકરની ગ્રાન્ટ એ ગ્રામ પંચાયત માટે આશીર્વાદરૂપ છે. > અંકિત શાહ, સરપંચ, જેતપૂર ગ્રામ પંચાયત

200 મીટર જગ્યા છોડીને રેતીની લીઝોમાં ખનન ચાલે છે
અમારી પાસે જે રજૂઆત આવી હતી. જેમાં પુલની નજીક ખાણ કામ અને પાયા ખુલ્લા થવાને સબબ અમે તપાસ કરીને પંચ રોજકામ કરેલું છે. જેમાં પૂલની નજીક કોઈ ખનન નથી થયું, 200 મીટર છોડીને રેતીની લીઝો ખનન ચાલે છે. જે નિયમ મુજબ જ છે. > કેયૂરભાઈ પંડ્યા, ખાણ ખનીજ અધીકારી, છોટા ઉદેપુર (ટેલીફોનિક વાતચીત મુજબ)

અન્ય સમાચારો પણ છે...