તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:સટુન ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય બે વ્યક્તિની શખ્સને મારી નાખવાની ધમકી

પાવેજેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી વિક્રમ રાઠવાએ ફરિયાદીને રોડ પર પછાડી દીધો હતો
  • કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

પાવીજેતપુર તાલુકાનાં ખેડા ગામમાં 1 જુલાઈનાં રોજ સાંજના 7 વાગ્યેનાં સુમારે સટુન ગામના સુરેશભાઈ શંકરભાઈ રાઠવાએ પોતાના સગા સબંધીમાં મોટી ખાંડી ગામે સામાજિક પ્રસંગે તેરમામાં ગયા હતા. તે સમયે બે વ્યક્તિઓ સાથે બાઈક પર પોતાનાં ઘરે પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન ખેડા ગામનાં મંદિર પાસે ખેડા ગામનાં કિરવતભાઈ ધનસિંગભાઈ રાઠવા તથા તેના ભાઈ વિક્રમભાઈ ધનસિંગભાઈ રાઠવા તથા સટુન ગામનાં સરપંચ રણજીતભાઈ ફતેસિંહભાઈ રાઠવાએ અમારી પાસે આવેલા તે વખતે મારી સાથેનાં રાજુભાઇ શનાભાઈ રાઠવા તથા સરપંચ રણજીતભાઈ રાઠવા બંને જણા વાતચીત કરતા હતા અને આર.સી.સી રોડની ઊંચા અવાજે મોટેથી વાત કરતાં હતાં. તેવા સમયે તેની સાથે આવેલ કિરવતભાઈ રાઠવા અને વિક્રમભાઈ રાઠવા રહે. બંને ખેડા ગામનાઓએ કહેવા લાગેલા કે તમે સરકારી વિકાસનાં કામો થવા દેતા નથી.

તેમ કરી ગમેતેમ ગાળો બોલી કહેલું કે તમે ડેપ્યુટી ઇજનેર જી.ઇ.બીમાં ફોન તમે કરો છો તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી વિક્રમભાઈએ મને પકડી રાખેલો અને મને રોડ ઉપરથી નીચે પછાડી દેતા મને ડાબી બાજુ પાસળીનાં ભાગે તેમજ ગળાનાં ભાગે તેમજ જમણાં પગનાં ઢીંચણ ઉપર વાગી ઈજા પામેલા તેવા સમયે સરપંચ દ્વારા ઉશ્કેરણી કરી ત્યારે ખેડા ગામનાં ઉભેલાં ત્રણ વ્યક્તિઓ વચ્ચે પડી મને વધુ મારમાંથી બચાવેલા ત્યાર પછી જતાં જતાં મને કહેતા ગયા હતા કે આજે બધા છે, એટલે તું બચી ગયો ફરી પછી એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા કદલાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જેથી ફરિયાદી સુરેશભાઈ શંકરભાઈ રાઠવાએ કદવાલ પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવતાં પોલીસે સટુન ગ્રામ પંચાયતના સરપંચ રણજીત રાઠવા , કિરવતભાઈ રાઠવા તથા વિક્રમભાઈ રાઠવા વિરુદ્ધ IPC Act 323, 504, 506(2), 114 મુજબ FIR દાખલ કરી વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...