તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:પાવી જેતપુરમાં કોરોના સંક્રમણ વધવાથી Rtpcr ટેસ્ટ કરાયા

પાવી જેતપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેમ્પમાં પાવીજેતપુરના 65 લોકોએ ટેસ્ટ કરાવ્યો
 • ગ્રામ પંચાયત દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું

પાવી જેતપુરમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

અને લોકોમાં સંક્રમણ શોધવા માટે આરટીપીસીઆર ટેસ્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પાવી જેતપુર નગરના 65 લોકોએ ટેસ્ટ કરાવ્યો છે. જેઓનો રિપોર્ટ પેન્ડિંગ છે. પણ અગાઉથી 15 માર્ચથી લઈને અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે.આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવનાર દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામમાં કોરોના સંક્રમનને લઈને ગ્રામ પંચાયત પણ એક્શનમાં આવી ગઈ છે. અને સરપંચ તેમજ અન્ય સભ્યો સાથે મળીને ગામમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો