તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સેંગપુર ગામેથી રૂા. 39,420ના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

પાવીજેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરાલી પોલીસે રૂા.74,420નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાવીજેતપુરના કરાલી ગામના પી.એસ.આઇ.ને ખાનગી બાતમીદારથી આધારભૂત માહિતી મળી હતી કે, એક મોટર સાઇકલ ચાલક પોતાની મોટર સાઇકલ ઉપર એક કંતાનના કોથળામાં વિદેશી દારૂ ભરીને ચોકડી ગામ તરફથી સેંગપુર ગામ તરફ આવનાર છે. જેના આધારે પી.એસ.આઈ. ચોટલીયા પોતાના સ્ટાફ સાથે સેંગપુર રોડ ઉપર પહોંચી નાકાબંધી કરી હતી.

દરમિયાન બાતમીવાળી મોટર સાઇકલ વાવડી કોસીયા તરફ જવાના રોડ ઉપર ચોકડી ગામ તરફથી આવતા મોટર સાઇકલ ચાલકને પોતાની મોટર સાઇકલ રોકવાનો ઈસારો કરતા પોતાની મોટર સાઇકલ રોડની બાજુમાં ઉભી રાખતા તેની પૂછપરછ કરતા અને તપાસ કરતા મોટર સાઇકલ પાછળ બાંધેલ કંતાનના કોથળામાંથી વિદેશી દારૂ પ્લાસ્ટિકના હોલ તથા પતરાની ટીન બીયર બોટલ નંગ 216 કિંમત રૂપિયા 39,420 તેમજ મોટર સાઇકલની કિંમત રૂા. 35,000 મળી કુલ રૂા. 74,420ના મુદ્દામાલ સાથે બાઇક નંબરના ચાલક વીરસીંગભાઇ કચુભાઈ રાઠવા રહે. પાનવડ તા. કવાંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો