તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં કોરોના સંક્રમણને લઇ પ્રેસ કોન્ફરન્સ

પાવી જેતપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
મિડિયીકર્મીઓની ઉપસ્થિતિમાં ડીડીઓની પ્રેસ કોન્ફરન્સ. - Divya Bhaskar
મિડિયીકર્મીઓની ઉપસ્થિતિમાં ડીડીઓની પ્રેસ કોન્ફરન્સ.
 • જેમણે કોરોના રસી લીધી છે તેઓ બચી રહ્યા છે : DDO-મિહિરભાઇ પટેલ
 • પ્રજાને શરદી, ખાંસી કે તાવના લક્ષણ જણાય તો વહેલી તકે રિપોર્ટ કઢાવવાની સૂચના અપાઇ

છોટાઉદેપુર જિલ્લામાં પ્રવર્તી રહેલી કોરોનાની સંક્રમણ પરિસ્થિતિને અનુલક્ષીને જીલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સને દરમિયાન ઉપસ્થિત મીડીયાકર્મીઓને પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોના પ્રથમ તબકકા દરમિયાન વાઇરસનું સંક્રમણ નગરો પુરતું સિમીત હતું.

પરંતું બીજા તબકકામાં સંક્રમણ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પ્રસરી ચુકયું છે એમ જણાવી તેમણે સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ ગ્રામ પંચાયત 343 ગ્રામ પંચાયતોમાં ગ્રામ સ્તરે 4200 બેડની સુવિધાઓ કરવામાંઆવી છે, જયાં ગ્રામ્ય વિસ્તારમાં મળતા શંકાસ્પદ કોરોના વાઇરસના દર્દીઓને આઇસોલેટ કરી સારવાર કરાશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની કામગીરીના પ્રથમ દિવસે 2700 જેટલા લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું એમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાની ખાનગી 19 હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા અપાઇ છે. જેમાં 1293 રેમડેસિવીર ઇન્જેકશન પુરા પાડ્યાં છે. જિલ્લામાં ઇન્જેકશન અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

તેમણે જિલ્લાની સીવિલ હોસ્પિટલમાં કાયમી ફિઝિશિયનની નિમણુંકના હુકમ સરકાર દ્વારા કરાયા છે એમ જણાવી જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજનની કોઇ કમી ન રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે એમ વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે એક મિનિટના 100 લિટરની કેપેસિટીવાળા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો