તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું

પાવી જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દરેક ઘરે પાણી પહોંચાડીને પાણીની સમસ્યા દૂર કરાશે. - Divya Bhaskar
દરેક ઘરે પાણી પહોંચાડીને પાણીની સમસ્યા દૂર કરાશે.
  • હાલમાં લગામી ગામના ગ્રામજનો કૂવા અને બોરના આધારે પાણી મેળવે છે

છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારના લગામી ગામમાં નલ સે જળ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી પહોંચે તે માટે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના લગામી ગામમાં પાણીની સમસ્યા છે. હાલમાં ગ્રામજનો કૂવા અને બોરના આધારે પાણી મેળવી રહ્યા છે. ત્યારે દેશના દરેક ઘરમાં નળથી પાણી પહોંચે તે માટે ભારત સરકારની નલ સે જળ યોજના લાગુ કરવામાં આવી છે.

ત્યારે લગામી ગામમાં દરેક ઘેર નળથી પાણી પહોંચે તે માટેની પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત બુધવારે તાલુકા પંચાયતના સભ્ય રાજેશ રાઠવા તેમજ વિરુપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરસિંગભાઈ રાઠવાની હાજરી શરૂઆત કરવામાં આવી હતી. લગામી ગામની બાજુમાંથી જ હાફેશ્વરથી દાહોદ લાઇન પસાર થઈ રહી છે. ત્યારે આ લાઈનમાંથી લગામી ગામને પાણી પૂરું પાડવામાં આવનાર હોવાનું અને આ લાઇન દ્વારા જ ઘેર ઘેર પાણી પહોંચાડીને લોકોની પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. તેવું તાલુકા પંચાયતના સભ્ય રાજેશ રાઠવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...