રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત:ડુંગરવાંટમાં પી.એચ.ડી. કરેલ મહિલાએ સરપંચપદ માટે ઝંપલાવ્યું

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક પી.એચ.ડી થયેલ મહિલા તો ક્યાંક મુંબઈની મોડેલે ઉમેદવારી કરી છે
  • લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટે ચૂંટણી લડશે

છોટા ઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉચ્ચ શિક્ષિત અને ગ્લેમર વર્લ્ડની મહિલા સરપંચ માટે ચૂટણીના મેદાનમાં ઉતરતા રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને આ કદાચ રાજ્યની પ્રથમ આદીવાસી મહિલા હશે કે જેણે પી.એચ.ડી સુધીનો અભ્યાસ કરીને સરપંચ પદ માટે ઝંપલાવ્યું હોય.

છોટાઉદેપુર જિલ્પાલાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગ્રામ પંચાયતમાં પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવતી મહિલા ડો. બિનાબેન રાઠવા સરપંચ પદ માટે ચૂટણીના જંગમાં ઉતરી છે. પીએચડી થયેલ મહિલા સરપંચ પદની ચૂંટણી માટે ઉતરવાનું રાજ્યમાં કદાચ આ પહેલો કિસ્સો હશે. રવાંટ ગ્રામ પંચાયતમાં બીનાબેન રાઠવા કે જેઓએ ડોક્ટરઓફ ફિલોસોફી (હિસ્ટરી)માં વર્ષ 2019માં ડીગ્રી હાંસલ કરી છે. બિનાબેન રાઠવાએ 2003માં BA, 2006માં MA, 2008માં B.ed, 2011માં M.ed, 2013માં M.PHIL, અને 2019માં PHD પૂરું કર્યું છે. ડો. બિનાબેન રાઠવાએ હિસ્ટરીના ‘મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિનોદ વૃત્તિ’ વિષય ઉપર પી.એચ.ડી.ની ડીગ્રી સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી મેળવી છે. તેઓ પોતે ગામના તેમજ લોકોને જાગૃત કરવાના હેતુથી, લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા માટે ચૂટણીમાં ઝંપલાવ્યું છે.

ડો.બિનાબેન શું ઈચ્છી રહ્યા છે?
હું એ આટલુ બધું એજ્યુકેશન બહાર લીધું છે. જ્યારે હું મારા ગામમાં પાછી આવી ત્યારે મને એવું થયું કે મારુ ગામ બહુ પાછળ છે. ઘણી બધી દ્રષ્ટીએ પાછળ છે. આર્થિક દ્રષ્ટીએ તો છે જ પણ શૈક્ષણિક દ્રષ્ટીએ તેમજ અમારા લોકોમાં જાગૃતતા ઘણી ઓછી છે. એટલે હું એ જે શિક્ષણ મેળવ્યું છે તેનો હું લાભ મારા લોકોને આપી શકું.

મહિલા સરપંચ માટે ઉમેદવારોના શિક્ષણની વિગત
હાલમાં ડુંગરવાંટ જુથ ગ્રામ પંચાયતમાં 5 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. જેઓએ પોતાના ઉમેદવારી ફોર્મમાં ભરેલી વિગાતો મુજબ એક મહિલા ઉમેદવારે ફોર્મમાં અભ્યાસ અંગેની વિગત જ દર્શાવી નથી. જ્યારે અન્ય મહિલા ઉમેદવારોમાં એક ધો.12, એક મહિલા ધો. 8, એક મહિલા ધો. 10 તેમજ ડો. બિનાબેન રાઠવા પી.એચ.ડી થયેલા હોવાનું જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...