તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાવીજેતપુરના નાનીરાસલીનું જાહેર શૌચાલય દારૂની પોટલીઓ અને ગંદકીથી ખદબદી રહ્યું છે

કદવાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલય પર ‘સ્વચ્છતા જાળવો’ના સૂત્રો લખેલાં જોવા મળ્યા, પરંતુ અંદર તો ગંદકી

પાવીજેતપુર તાલુકાનાં નાની રાસલી ગામમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર શૌચાલય બનાવવામાં આવેલ તેની બિલકુલ સામે જ આરોગ્ય કેન્દ્ર પણ આવેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે લાખો કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરે છે. પરંતુ નાની રાસલીલા ગ્રામ પંચાયતમાં તો બિલકુલ પોકળ સાબિત થઇ રહી છે. કારણકે નાની રાસલી ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય ગામનાં લોકોને તેમજ આરોગ્ય કેન્દ્રમાં આવતા જતાં લોકો માટે ઉપયોગી બનશે તે હેતુથી જાહેર શૌચાલય બનાવી તો દેવામાં આવ્યું છે.

પરંતુ આ જાહેર શૌચાલય ઝાડી ઝાંખરા વચ્ચે જાણે જંગલમાં ઊભું હોય તેમ લાગી રહ્યું છે જાહેર શૌચાલયમાં દેશી દારૂની પોટલીઓ , કાંચની ખાલી બોટલો, પ્લાસ્ટિકના બોટલો જોવાં મળી રહી છે અને મહત્વની વાત એ છે કે આ જાહેર શૌચાલયનાં બારી દરવાજા તુટી પડી ખુલ્લા થઇ ભંગાર હાલતમાં નજરે પડી રહ્યાં છેજેથી આમ, લાગી રહ્યું છે કે નાની રાસલી ગ્રામ પંચાયતના વહીવટ કર્તાઓએ જાહેર શૌચાલય બનાવવા ખાતર બનાવી સરકારી નાણાંની ગ્રાંન્ટનો ખર્ચ કરવા પુરતો કર્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગુજરાત સરકારે સ્વચ્છતા અભિયાનનાં નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે

પરંતુ અહી સ્વચ્છતાનાં નામે શૂન્ય દેખાય રહ્યું છે જેથી કરીને લાગતું વળગતું સરકારી તંત્ર આ જાહેર શૌચાલયની વહેલી તકે મુલાકાત લઈ ગંદકી અને ઝાડી ઝાંખરા સાંફ સફાઈ કરાવે અને જાહેર શૌચાલયનો ગામનાં સ્થાનિક લોકોને તેમજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા લોકોને ઉપયોગી બને તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...