ચૂંટણી:પાવીજેતપુર : 44 ગ્રામપંચાયતો માટે વહેલી સવારથી મતદાન

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 258 જેટલા ચૂંટણી કર્મચારીઓને અનામત રાખવામાં આવ્યા

પાવીજેતપુર તાલુકા પંચાયતની 44 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 17 રૂટ બનાવી 618 ચૂંટણી કર્મચારીઓ તેમજ 563 પોલીસ સ્ટાફ મળી કુલ 1181 જેટલા કર્મચારીઓ ચૂંટણી કામગીરી માટે સુ સજ્જ થઈ જઈ 151 બૂથ ઉપર ચૂંટણી કરાવવા માટે રવાના થયા છે.

પાવીજેતપુર ચૂંટણી અધિકારી રવિ પઢીયારના જણાવ્યા મુજબ 151 બૂથ ઉપર ચૂંટણી કરવા માટે 17 જેટલા રૂટ બનાવી ચૂંટણી કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે. કુલ 876 જેટલા ચૂંટણી કર્મચારીઓને કામગીરી માટે બબ્બે તાલીમ આપી દઇ તૈયાર કરી દેવામાં આવ્યા છે. 17 જેટલા જોનલ ઓફિસર તેમજ 17 મદદનીશ જોનલ ઓફિસરના નેજા હેઠળ 17 રૂટ બનાવી દેવામાં આવ્યા છે. જેમાં પાવીજેતપુર સેવા સદનથી 17 રૂટ ઉપર વાહનોમાં રવાના કરવામાં આવ્યા છે.

પાવીજેતપુર સેવા સદનથી કદવાલ 1, કેવડા, ખટાશ, ચૂલી 2, વીરપુર, રાયપુર, લીંબાણી, વાવ, ઘૂંટણવડ, કોલિયારી, અનીયાદ્રી, કુકણા, કરશન, નાની અમરોલ, કાવરા, લુણાજા, આંબાઝટી વગેરે કુલ 17 રૂટમાં 151 મતદાન મથકો ઉપર 618 જેટલા ચૂંટણી કામગીરીના કર્મચારીઓ તેમજ 563 પોલીસ સ્ટાફ મળી કુલ 1181 કર્મચારીઓ ચૂંટણી માટે રવાના થઇ ગયા છે. 3 જોનલ ઓફિસર તેમજ 3 મદદનીશ જોનલ ઓફિસરોને અનામત રાખવામાં આવ્યા છે. તેમજ 258 જેટલા ચૂંટણી કર્મચારીઓને અનામત રાખવામાં આવ્યા છે.

બોડેલીના 136 બુથ માટે 1100 કર્મીઓ કામગીરી કરશે
બોડેલી | બોડેલી તાલુકાની 56 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે ત્રણ પંચાયતની પેટા ચૂંટણી માટે રવિવારે બેલેટ પેપરથી મતદાન હાથ ધરાશે. કુલ 136 બુથ માટે કાર્યસોંપણી ચાલી હતી. આ અંગે ચૂંટણી અધિકારી રાજેશભાઈના જણાવ્યા મુજબ બોડેલી તાલુકાના મતદાન મથકો પર 815 કર્મચારીઓ ફરજ બજાવશે. તે ઉપરાંત સહાયક કર્મચારીઓ મળીને કુલ 1100 જેટલા કર્મચારીઓ બોડેલી તાલુકામાં ચૂંટણી કાર્યમાં જોતરાયેલા રહેશે.

અન્ય સમાચારો પણ છે...