તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી રિન્યૂ ન થતા સમસ્યા:જબુગામ રેફરલ હોસ્પિટલમાંથી NGOએ વહીવટ સંકેલી લીધો, MoU રિન્યુ નહિ થતાં વહીવટ સમેટી લીધો

પાવી જેતપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક ગાયનેક ડોકટર, 2 મેડિકલ ઓફિસરને મૂક્યાં છે : DHO

બોડેલી તાલુકાના જબૂગામ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાંથી એન્જીઓએ એમઓયુ રિન્યુ નહિ થતા વહીવટ સંકેલી લીધો છે. જેને લઈને જે સુવિધા મળતી હતી તે છીંવાઇ જવાનો ડર સતાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લાના જબૂગામ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલને લગભગ 15 વર્ષથી એનજીઓ સાથે સરકારે એમઓયુ કરીને ચલાવવા માટે આપી હતી. આ રેફરલ હોસ્પિટલ જિલ્લાની મહિલાઓ માટે અને નવજાત બાળકો માટે વરદાનરૂપ સાબિત થઈ હતી અને દર મહિને લગભગ 300 જેટલી પ્રસુતિ આ હોસ્પિટલમાં કરાવવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં અત્યાર સુધી હજારો પ્રસુતી કરાવવામાં આવી છે. અને પ્રસૂતાઓને દરેક જાતની સુવિધા અહીંયા એનજીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

જબૂગામની રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોકટર, પીડિયાટ્રીશીયન, મેડિકલ ઓફિસર જેવા તજજ્ઞો સારવાર માટે 24 કલાક ઉપલબ્ધ હતા. અને આ માટે એનજીઓ ખૂબ મહેનત કરીને હોસ્પિટલને ચલાવતું હતું. અને સરકાર દ્વારા આ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવતી હતી. પરંતું ચાલુ વર્ષે જબૂગામ રેફરલ હોસ્પિટલ ખાતેથી એનજીઓનું એમઓયુની સમય મર્યાદા પૂર્ણ થતાં તેને સરકાર દ્વારા રિન્યુ નહિ કરાતા 31 માર્ચના રોજ એનજીઓ દ્વારા વહીવટ સંકેલી લીધો છે. આગામી દિવસોમાં આ રેફરલ હોસ્પિટલમાં અપાતી સુવિધાઓ છીનવાઈ જાય તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. આ અંગે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતાં તેઓએ હાલ જબૂગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક ગાયનેક ડોકટર, 2 મેડિકલ ઓફિસરને મુક્યાં હોવાનું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો