નુકસાન:ઓરસંગના ધસમસતા પ્રવાહમાં જમીનનું ધોવાણ, 7 હેક્ટરમાં પાકને ભારે નુકસાન

કદવાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતરો ઉભા પાક સાથે ઓરસંગ નદીનાં વહેણમાં તણાઈ ગયા હતા. - Divya Bhaskar
ખેતરો ઉભા પાક સાથે ઓરસંગ નદીનાં વહેણમાં તણાઈ ગયા હતા.
  • મોટીરાસલીના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર માટે પાવીજેતપુર TDO, મામલતદાર તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
  • લાખો-કરોડો રૂપિયાની જમીન, મકાઈ-કપાસનો પાક નદીનાં વહેણમાં ધોવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

પાવીજેતપુર પાસે પસાર થતી ઓરસંગ નદીએ એક છોટાઉદેપુર જિલ્લાનાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે પરંતુ ચોમાસાની સિઝન દરમિયાન ઓરસંગ નદીમાં બેથી ત્રણ વખત પૂર આવતાં પાવીજેતપુર તાલુકાના મોટીરાસલી ગામની ઓરસંગ નદી કિનારે આવેલા ખેડૂતોનાં 7 સર્વે નંબરની 7 હેકટરથી વધુ જમીનના ધોવાણ સાથે મકાઈ, કપાસ જેવા ઉભા પાકોનું ધોવાણ થતાં જે તે જમીન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.ખેતરો ધોવાણ જતાં ખેડૂતો દુઃખની વેદના અનુભવી હતી. પાકના ધોવાણથી ઓરસંગ નદીનાં કિનારા પર જાણે મોટા મોટા ડુંગરો ખડકાઇ ગયા છે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

ખેડૂતો ઘણા વર્ષોથી કારમો માર ઝીલી રહ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષથી કોરાના કાળમાં, તાઉતે વાવાઝોડું અને કુદરતી આફતોનો સામનો કરી દેવાનાં ડુંગરો નીચે દબાયેલા ખેડૂતોએ આ વર્ષે ક્યાંકને ક્યાંક ખેતીમાં મોટી આશાઓ રાખીને મોંઘા ભાવનાં ખાતર, બિયારણોની વાવણી કરી સારો એવો પાક આવશે તેવી આશાઓ સાથે પોતાનાં ખેતરોમાં કપાસ, મકાઈ, તુવેર, દિવેલા, ડાંગર અને કેળ જેવા પાકોની વાવણી કરી હતી પરંતુ સોના જેવી લાખો કરોડો રૂપિયાની જમીન તથા ઉભો પાક ઓરસંગ નદીનાં વહેણમાં ધોવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગામની ઓરસંગ નદી કિનારે આવેલા ખેડૂતોનાં 7 સર્વે નંબરની 7 હેકટરથી વધુ જમીનના ધોવાણ સાથે મકાઈ, કપાસ જેવા ઉભા પાકોનું ધોવાણ થતાં જે તે જમીન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

આ ઉભાં પાક સાથે જમીન ધોવાણ થઇ ગયેલા ખેડૂતોની વ્હારે લાગતું વળગતું સરકારી તંત્ર આવશે કે કેમ? અને નુકસાની વળતર આપશે કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોએ થયેલા નુકસાનનું વળતર મળે તેવી લાગતાં વળગતા સરકારી તંત્ર પાસે આશા રાખીને બેઠા છે.

સરકારી તંત્ર મુલાકાત લઈ સંરક્ષણ દીવાલ મંજૂર કરે
ઓરસંગ નદીમાં કલેક્ટરનાં જાહેરનામાને લઈને રેતી લીઝો બંધ છે. પરંતુ ભૂતકાળમાં ઉંડાણ પૂર્વક રેતીનું ખોદકામ કરવાનાં કારણે નદીનાં કિનારે પાસે આવેલો મારો સર્વે નંબર જે પાણીનાં વહેણમાં તણાઈ ગયો છે. હવે પાણીનું વહેણ પસાર થઈ રહ્યું છે જેથી મારી જમીન બીલકુલ બચી નથી. સરકાર પાસે હું આશા રાખું છું કે મારી જમીન ધોવાઈ છે તેનું વળતર આપે. ભવિષ્યમાં બીજાનાં ખેતરો ન ધોવાય તે માટે તંત્ર મુલાકાત લઈ સંરક્ષણ દિવાલ મંજૂર કરી આપે. > જેસિંગભાઈ ઉધીયાભાઈ રાઠવા, ધોવાણ થયેલ જમીન માલિક, મોટીરાસલી

અન્ય સમાચારો પણ છે...