તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ:પાવીજેતપુર ઓરસંગ નદીના પુલ ઉપર સાંધાઓનું સમારકામ કરાયું

પાવીજેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલના સાંધા ઉપર ટેકરા થતાં વાહનચાલકો પરેશાન થતા હતા

પાવીજેતપુરથી રતનપુર જતાં ઓરસંગ નદી ઉપર પુલ ઉપર સાંધાઓ ઉપર ટેકરા થઈ જતા જનતા પરેશાન થતી હતી. ત્યારે તે ટેકરાઓને તોડી નવેસરથી સમારકામ થતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પાવી જેતપુરથી રતનપુર જતા ઓરસંગ નદી ઉપર વર્ષોથી પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના સાંધાઓ લાંબા સમયથી છૂટા પડી જતા તંત્રને વારંવાર રજૂઆત થતાં તંત્ર દ્વારા આ સંધાઓની અંદર ડામરિંગ કરી રીપેરીંગ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ આ સાંધાઓમાં ડામર ફિટ ન થતા એ સાંધાઓમાં ધૂળ, કચરો ભરાઈ જતા સાંધાઓ ઉપર ટેકરા થઈ જતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા હતા.

પાવી જેતપુર તાલુકાની મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી રતનપુર ગામે આવેલી હોય તેથી સ્વાભાવિક રીતે જ તાલુકાની મોટાભાગની જનતાને કચેરીઓના કામ અર્થે આ પુલ ઉપર અવારનવાર પસાર થવું પડે છે. આ પુલના સાંધા ઉપર ટેકરા થઈ જતા પસાર થતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. જે અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ધ્યાને આવતા તાત્કાલિક આ સાંધાઓનું સમારકામ પ્રારંભથી દેવામાં આવ્યું છે. સાંધાઓમાં ભરાયેલ કચરો, ધૂળ, ડામર તોડીને છૂટું કરી સાફ કરી નવેસરથી પતરાની પ્લેટ મૂકી સિમેન્ટ કોંક્રીટનો માલ ભરી શુ વ્યવસ્થિત રીતે સાંધાને પૂરી દેવામાં આવતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

આ ઓરસંગ નદી ઉપર બાંધેલ પુલની બંને બાજુએ રસ્તાઓ ખૂબ સારા હોય તેથી વાહનચાલકો પોતાના વાહનો પુરપાટ ઝડપે અહીંયાથી લઈ જતા હોય છે. અને તેમાં પણ જે પુલના સાંધાના ટેકરાઓ અંગેથી અજાણ હોય છે તે લોકોની ગાડીઓ તો ધડાકાભેર રીતે ઉછળે છે અને ક્યારેક કેટલાક બાઈક ચાલકો ગબડી પણ પડતા હતા. આવી ગંભીર સમસ્યાઓથી પરેશાન થતી તાલુકાની જનતાની વહારે આવી અધિકારીએ તાત્કાલિક પુલના સાંધાઓ નું રીપેરીંગ કામ કરાવતા જનતાએ રાહતનો દમ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...