કમોસમી વરસાદ:પાવીજેતપુરમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો

પાવીજેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાન થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જ્યારે અચાનક માવઠું થતાં કેટલાય લગ્નના માંડવા ભીંજાતા લગ્નમાં વિક્ષેપ પડયો હતો. કોરોના વાઇરસનો કહેર છેલ્લા દસ મહિના ઉપરથી ચાલી જ રહ્યો છે ત્યારે કુદરત જાણે કાળા માથાના માનવી સાથે કોઈ વેરની વસુલાત કરતો હોય તેમ શિયાળામાં માવઠું કરતાં કિસાનોને માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદમાં કપાસ, ટામેટા, મરચા, શાકભાજી, ઘઉં, તુવેરને ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...