તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલ્લાબોલ:પાવીજેતપુરમાં PSI વિરુદ્ધ ફરિયાદ લેવાની ના પાડતાં મહિલાઓ વીફરી

પાવી જેતપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
25થી 30 મહિલાઓ પાવી જેતપુર પોલીસ મથકે આવી જતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. - Divya Bhaskar
25થી 30 મહિલાઓ પાવી જેતપુર પોલીસ મથકે આવી જતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
 • દારૂની હેરાફેરી કરતા યુવકે, PSIએ લાકડીથી ફટકાર્યાનું કહેતાં વાત વણસી હતી
 • ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફરિયાદ લેવાની ના પાડતાં હલ્લાબોલ

પાવી જેતપુર ખાતે બુધવારે બપોરે છોટાઉદેપુર તા.ના ખોરવાણિયા ગામની મહિલાઓ દ્વારા પાવી જેતપુરના પી.એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરવા માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલાં ખોરવાણિયાના બે યુવકો વહેલી સવારે બાઇક ઉપર દારૂની ખેપ મારવા નીકળ્યા હતા ત્યારે પાવી જેતપુરના ઘૂંટીયા ગામ પાસે પાવી જેતપુરના પીએસઆઈ ખાનગી વાહનમાં એક કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન સાથે પસાર થતી વખતે સામેથી ખોરવાણિયાથી દારૂ લઈને જતા રાજેશ રાઠવા તેમના બીજા મિત્ર સાથે જતા હતા. દરમિયાન પાવી જેતપુરના પીએસઆઈએ તેઓને રોકવાનો પ્રયત્ન કરતાં રાજેશ રાઠવાએ બાઇક ભગાડવાનો પ્રયાસ કરતાં તેની બાઇક રોડ પર સ્લિપ થઈ ગઈ હતી.

25થી 30 મહિલાઓ પાવી જેતપુર પોલીસ મથકે આવી જતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
25થી 30 મહિલાઓ પાવી જેતપુર પોલીસ મથકે આવી જતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

બાઇક સ્લિપ થતાં રાજેશભાઈને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે તેમનો મિત્ર ઉભો થઈને ભાગી ગયો હતો. આ અંગે પાવી જેતપુર પોલીસે દારૂની હેરાફેરી તેમજ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. દારૂની હેરાફેરી કરતા રાજેશના મિત્રે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરીને પાવી જેતપુરના પીએસઆઈએ ચાલુ ગાડીએ રાજેશને લાકડીનો ફટકો મારતાં અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જેને લઈને લોકોએ પીએસઆઈ સામે ફરિયાદ દાખલ કરવા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળતાં તેમણે ફરિયાદ દાખલ કરવાની ના પાડી હતી. આથી ખોરવાણિયા ગામની 25થી 30 મહિલાઓએ પાવી જેતપુર પોલીસ મથકે આવીને હલ્લાબોલ કર્યો હતો અને પાવી જેતપુર પોલીસ મથકને બાનમાં લઈને પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરી હતી.

જોકે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી ખોરવાણિયાની મહિલાઓ પાવી જેતપુર પોલીસ મથકે જ અડિંગો જમાવીને બેઠી હતી. બીજી તરફ હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રાજેશ રાઠવા પારુલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે ત્યારે પાવી જેતપુર પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો