તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકંપની સામે રોષ:પાવી જેતપુરમાં વારંવાર લાઈટો જતી રહેતી હોઇ જનતા પરેશાન

પાવી જેતપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિમોન્સૂન કામગીરીના બહાને લાઈટો બંધ કરી દેવાઇ
  • સખત ગરમીમાં લાઇટ ન મળતા વીજકંપની સામે રોષ

પાવી જેતપુરમાં વીજ કંપની દ્વારા વીજ પુરવઠો ન મળતા પંથકમાં વારંવાર લાઈટો જતી રહે છે. વીજ કંપની દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રિમોન્સૂન કામગીરી કરવાના બહાને દિવસોના દિવસો લાઈટો બંધ કરી દેવામાં આવે છે. હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વીજ કંપનીની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

વારંવાર લાઈટો જતી રહેતા આખી આખી રાત નગરજનોએ લાઈટ વગર જ વિતાવવાનો વારો આવ્યો છે. રાત્રે તો ઠીક પરંતુ દિવસમાં પણ 3-4 વખત લાઈટો જતી રહેવી સામાન્ય બાબત થઈ ગઈ છે. જેને લઈને વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી વીજ કંપની દ્વારા વ્યવસ્થિત કામગીરી કરીને ચોમાસામાં લાઈટો જ ના જાય તેવી સુદ્રડ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પ્રજાહિતમાં ખૂબ જ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...