મારામારી:કોલયારી ગામમાં ‘ચૂંટણી પ્રચાર કેમ કરે છે’ તેમ કહી માર માર્યો

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે દોઢ વાગે ત્રણ ઈસમો દ્વારા એક ઈસમને માર મરાતા પોલીસ ફરિયાદ
  • પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં હુમલાખોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

પાવીજેતપુર તાલુકાના કોલયારી ગામે ચૂંટણી અંગેની અદાવત રાખી રાત્રે દોઢ વાગે ત્રણ ઈસમો દ્વારા એક ઈસમને માર મરાતા પોલીસ ફરિયાદ થવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કોલયારી ગામે રહેતા ઇશ્વરભાઇ સોમાભાઈ નાયકા રાત્રિના દોઢ વાગે દુકાન ઉપર બીડી લેવા જતા હતા ત્યારે રસ્તામાં કોલયારી ગામના જ મકાભાઈ છગનભાઈ રાઠવા, બાબુભાઈ ભુરાભાઈ નાયકા, મહેન્દ્રભાઈ મોતીભાઈ નાયકા ભેગા મળી ઇશ્વરભાઇ ને કહેવા લાગ્યા કે ક્યાં જાય છે ? ચૂંટણી પ્રચારની મીટીંગ બહુ કરે છે અને અડધા ગામનું વોટીંગ તમારી બાજુ ખેંચી લીધું છે તેમ કહી ગમેતેમ ગાળો બોલવા લાગેલા ત્યારબાદ આ ત્રણેવ ઈસમોએ ઇશ્વરભાઇ ને પકડી લાકડીની ઝાપટો મારી હતી. એ લાકડીની ઝાપટ ઈશ્વરભાઈના કાનના નીચેના ભાગે વાગી હતી. વધુ માર મારશે તેવો ડર લગતા યેનકેન પ્રકારે ત્યાંથી છૂટી ઇશ્વરભાઇ ભાગી ગયા હતા. જેઓને 108માં પાવીજેતપુર મુકામે લાવી સારવાર આપવામાં આવી હતી.

આ અંગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં મકાભાઇ છગનભાઈ રાઠવા, બાબુભાઈ ભુરાભાઈ નાયકા, મહેન્દ્રભાઈ મોતીભાઈ નાયકા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...