તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:છોટાઉદેપુર જિલ્લામાં વધુ 60 સંક્રમિત થતાં કુલ આંક 1922

પાવી જેતપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારે જિલ્લામાં માત્ર 184 જણને જ વેક્સિન અપાઇ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે મંગળવારે વધુ 60 કેસ નોંધાયા છે. જ્યારે વેક્સિનેશનની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. મંગળવારે જિલ્લામાં માત્ર 184 જણને જ વેક્સિન આપવામાં આવી છે.તારીખ 4 મેના રોજ વધુ 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યા છે. આ સાથે જ જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંકડો 1922 પર પહોંચ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં છોટાઉદેપુરમાં 27, પાવી જેતપુરમાં 7, બોડેલીમાં 19, કવાંટમાં 4 અને નસવાડીમાં 3 મળી કુલ 60 કેસ નોંધાયા છે.

મંગળવારે કોરોનાની સારવાર પૂરી થતા 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 424 પર પહોંચ્યો છે.​​​​​​​મહત્વની વાત એ છે કે કોરોના સામે એક માત્ર વેક્સિનેશન જ એક ઉપાય છે. જેને માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં લોકો વેક્સિન મુકવવા બાબતે ઉદાસીન છે. ત્યારે મંગળવારે જિલ્લામાં માત્ર 184 લોકોએ જ કોરોના રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો