ભાસ્કર વિશેષ:ભેંસાવહીમાં ખત્રીજ દેવ-દેવીઓ, પાળિયાઓની પૂજા કરાઈ

પાવી જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભેસાવહી ગામે દેવ દિવાળી નિમિત્તે દેવ દેવીઓની પૂજા કરાઈ હતી. - Divya Bhaskar
ભેસાવહી ગામે દેવ દિવાળી નિમિત્તે દેવ દેવીઓની પૂજા કરાઈ હતી.
  • આદિવાસીઓ દેવ દિવાળીના દિવસે ખત્રીજ દેવની પણ માતાની સાથે પૂજા કરે છે
  • દેવ દેવીઓના પૂજન બાદ જૂની ચઢાવેલ સામગ્રીની જગ્યા પર દેવદેવીઓની નવી સામગ્રી ચઢાવાય છે

આદિવાસી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ જ મહત્વ છે. ત્યારે પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે મોટી સંખ્યામાં નાના-મોટા દરેક ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા એવા ખત્રીજ દેવ-દેવીઓ તેમજ પાળિયાઓની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

દેવ દિવાળીના દિવસે ખત્રીજ દેવને પણ માતાની સાથે પૂજવામાં આવે છે. તેઓની રક્ષક દેવ તરીકે પુજા કરાય છે. બામણીયા ગોત્રની વડવાઓ દ્વારા આઝાદી પૂર્વેના સમયમાં સ્થાપના થઈ હશે. જે ખત્રીજ દેવના સ્થાનકે શિલાલેખ પર આદિવાસીઓના વડવાઓ દ્વારા બામણીયા ગોત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. બામણીયા ગોત્ર આદિવાસીઓનું ગોત્ર છે.

દેવ દિવાળી રાઠવા આદિવાસી સમાજ માટે ખુબ જ મહત્વની ગણાતી હોય, દેવ દિવાળીને વધારે ધામ ધુમથી ઉજવવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂંજા દેવ દિવાળીમાં જ વિશેષ કરવામાં આવે છે. જેમાં બાધા લેવી, બાધા છોડવી જેવી બાબતો માટે દેવ દેવીઓના પૂજન બાદ જૂની ચઢાવેલ સામગ્રીની જગ્યા પર દેવદેવીઓની નવી સામગ્રી ચઢાવાય છે. માટીના બનાવેલા ઘોડાઓ આ દિવસે ગામના મુખ્ય સ્થળો ઉપર મૂકીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેનાથી આદિવાસીઓનું માનવું છે કે પોતાનું ગામ પણ સુરક્ષિત રહે છે. તેમજ ગામમાં ખુશાલી આવે છે.

અન્ય સમાચારો પણ છે...