ભાસ્કર વિશેષ:ભાજપને જેટલો કચરો લઇ જવો હોય તેટલો લઇ જાય, 2022માં કોંગ્રેસનું જ શાસન હશે

પાવીજેતુપર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યના પુત્રના ભાજપ પ્રવેશ સામે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનું નિવેદન

પાવી જેતપુરના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ અશ્વિન કોટવાલ અને અનિલ જોશીયારાના પુત્રના ભાજપ પ્રવેશ થતાં નિવેદન કર્યું હતું કે ભાજપને કોંગ્રેસનો જેટલો કચરો લઈ જવો હોય તેટલો લઈ જાવ પણ 2022માં ગુજરાતમાં તો કોંગ્રેસનું શાસન આવશે તેવો દાવો કર્યો છે.

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને પક્ષપલટાની મોસમ ચાલું થઈ છે. ગઇકાલે જ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને ભિલોડાના અનિલ જોશીયારાના પુત્રએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ત્યારે રાજ્યની વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ આજે આ મુદ્દે નિવેદન કર્યું છે કે ભાજપના પગ નીચેથી ધરતી સરકી રહી છે, એક સમયે ભાજપવાળા કોંગ્રેસનો કચરો લેવા પણ તૈયાર ન હતા. હવે આ જ કોંગ્રેસનાં માણસોને લલચાવે છે અને લઇ જાય છે અને આ જ બતાવે છે કે તમારા પગ નીચેથી ધરતી સરકી રહે છે. આ ધરતી સરકશે અને ક્યારે ભૂકંપ થાય અને એ ભૂકંપ કોંગ્રેસ માટે 2022માં ફાયદાકારક નીવડશે.

બીજી બાજુ રાજ્યના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરીને યુવાનોને તક આપવાની વાત કરી તે મુદ્દે સુખરામ રાઠવાએ જણાવ્યુ કે મોહનસિંહ રાઠવાએ રાજકીય સંન્યાસ લઈને યુવાનોને તક આપવાની વાત કરી છે ત્યારે અમે પણ ભાજપ સામે લડવા અમે પણ આખા ગુજરાતમાં યુવાનોને તૈયાર કરી રહ્યા છે અને એ મેસેજ ઇનડાયરેક્ટ મોહનસિંહભાઈએ આપી દીધો છે.

છોટાઉદેપુરની બેઠક પર જે ઉમેદવાર તૈયાર થાય એ યુવાન હશે અને સ્વાભાવિક છે કે મોહનસિંહભાઈ પોતાના કુટુંબનું હિત પણ ચોક્કસ પાર્ટી સમક્ષ મૂકશે અને મોવડી મંડળ શું કરવું તેનો નિર્ણય કરશે. આખરે તો કોને માધ્યમ બનાવવું તે મોહનસિંહભાઈ નક્કી કરશે. મોહનસિંહભાઈ ક્યારે કયો સ્ટ્રોક મારવો તેના માસ્ટર છે. આમ કહીને તેઓએ પોતાના જમાઈ અને મોહનસિંહ રાઠવાના પુત્ર તરફ અંગુલિ નિર્દેશ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...