તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાવીજેતપુરમાંં આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ, મામલતદાર કચેરીમાં લાંબા સમય બાદ આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા શરૂ

પાવીજેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આધારકાર્ડનું ચાલતું કામ. - Divya Bhaskar
પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આધારકાર્ડનું ચાલતું કામ.
  • પાવીજેતપુરમાં પ્રક્રિયા ઝડપથી કરવા આધાર કેન્દ્રો પર સ્ટાફ વધારવાની માગ

પાવીજેતપુર મામલતદાર કચેરીમાં લાંબા સમય બાદ આધાર કાર્ડ ની પ્રક્રિયા શરૂ થતાં નાનાથી લઈને મોટા લોકો દોડી આવતા ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના વાઇરસના કહેરના કારણે પાવીજેતપુર મામલતદાર કચેરીમાં ચાલતું આધારકાર્ડ કેન્દ્રો લાંબા સમય સુધી બંધ કરી દેવાની તંત્રને ફરજ પડી હતી. જે પુનઃ 2 ઓગસ્ટથી ચાલુ કરાયાનો મેસેજ ગામડાઓમાં પહોંચતાં આધારકાર્ડની કામગીરી માટે લોકો દોડી આવી રહ્યા છે. તાજેતરમાં જ શાળાઓ પણ ખૂલી છે.

શિષ્યવૃત્તિ તેમજ અન્ય કામગીરી માટે આધાર કાર્ડની જરૂર પડતી હોઇ એ આધાર કાર્ડ માં નામની, જન્મ તારીખની આવી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તે સુધારવા માટે પણ પાવીજેતપુર તાલુકાની જનતા મામલતદાર કચેરીમાં દોડી આવે છે. લાંબા સમય બાદ આધાર કાર્ડ કેન્દ્ર શરૂ થયું, તેથી સ્વાભાવિક રીતે જ પાવીજેતપુર મામલતદાર કચેરીના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ આધાર કાર્ડ કાઢતા સમયે ફિંગર પ્રિન્ટ લેવાની હોઇ કેટલાક કેસોમાં વધુ સમય લેતાં સરેરાશ એક આધાર કાર્ડની કામગીરી પૂર્ણ થવા માટે 10થી 15 મિનિટ થઈ જાય છે.

તો કેટલાક કેસોમાં તો અડધો કલાક પણ થઈ જાય છે. વહેલી સવારથી જ લોકો આધારકાર્ડ કેન્દ્ર ખુલ્યું ન હોવા છતાં આવીને લાઈનમાં ઉભા રહી જાય છે. ત્યારે તંત્ર આધારકાર્ડ કેન્દ્રો ઉપર થોડાક સમય માટે પણ મશીન વધારી, માણસો વધારી સહેલાઈથી તાલુકાની જનતાને આધાર કાર્ડ મળી જાય તેવું આયોજન કરે તે જરૂરી છે. હાલ જે આધાર કાર્ડ કેન્દ્ર પર કામ કરી રહ્યા છે તે કર્મચારીઓ વ્યવહારુ બની મોડે સુધી, જેટલા પણ આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય તે લોકોને ટોકન આપી આધારકાર્ડ કાઢી આપે છે તે માટે જનતામાં કર્મચારીઓ પ્રત્યે માન જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...