તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોનું નુકસાન:પાવીજેતપુર શાકમાર્કેટમાં આગ, 3 કેબિન ખાખ; કેબિન ખોલવા જતાં મોઢા અને હાથના ભાગે 1 દાઝ્યો

પાવી જેતપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાવી જેતપુરમાં કપડાંની દુકાનમાં આગ - Divya Bhaskar
પાવી જેતપુરમાં કપડાંની દુકાનમાં આગ
 • અજાણ્યા ઇસમે કચરો સળગાવતા આગ લાગ્યાનું અનુમાન

પાવીજેતપુર શાકમાર્કેટમાં આવેલા કેબિનો પાછળ કોઈક અજાણી વ્યક્તિએ કચરો સળગાવતા ત્રણ કેબિનમાં વહેલી સવારે આગ લાગતા ત્રણેય કેબિન બળીને ખાખ થઇ ગયા હતા. જેના કારણે લાખોનું નુકસાન થવા પામ્યું છે.

પાવીજેતપુર ફાટક પાસે શાકમાર્કેટમાં કેબિનો આવેલી છે. જેની પાછળના ભાગે કોઈક અજાણ્યા ઇસમે કચરો સળગાવ્યો હશે જેના તણખા કેબિનોમાં લાગતા વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ઇનાયત્તુલ્લાહભાઈ સુલેમાનભાઈ ખત્રીના પુત્ર કેબિન ખોલવા આવ્યા હતો. ત્યારે પોતાના કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા જોતા ગભરાઈ ગયા હતા. તેજ સમયે ઇટવાડાના મુબારકભાઈ પોતાની દુકાન ખોલવા આવ્યા હોઈ, તેઓ બંનેએ બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ કરતાની સાથે જ આ કેબિનોને અડીને આવેલા કૌશિકભાઈ શાહ તેમજ સંજયભાઈ શાહના પરિવારના તમામે તમામ સભ્યો તેમજ પોતાની દુકાને કામ કરતા માણસો દોડી આવ્યા હતા.

પાણીની તંગીના કારણે પોતાના ઘર વપરાશ માટે સંજયભાઈ શાહ અને કૌશિકભાઈ શાહના પરિવારે રાત્રિના સમયે 12 થી 15 જેટલી ડોલ તેમજ અન્ય વાસણોમાં પાણી ભરી રાખ્યા હતા. તે પાણી સંજયભાઈ શાહ પરિવારના તમામ સભ્યો લઈને દોડ્યા હતા અને એ પાણીથી મહા મુસીબતના અંતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ગામ લોકોને ખબર પડતા જ ગામ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પરંતુ આગ ઉપર કાબૂ મેળવે ત્યાં સુધી ઇનાયતભાઈના બંને કેબિનો તેમજ તેમને અડીને આવેલ નેમતભાઈ સબીરભાઈ ડભોઇવાલાનું કેબિન પણ બળીને ખાખ થઇ ગયું હતું. નેમતભાઈ પોતાનું કેબિન ખોલવા જતા અંદરથી આગની જ્વાળાઓ લાગતા તેઓ મોઢાના ભાગે હાથના ભાગે દાઝી ગયા હતા.

ઇનાયાત્તુલ્લાહભાઈ પોતાની કેબીનમાં રેડીમેડનો ધંધો કરતા હોય જે તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે થોડો ઘણો માલ બચાવી શકાયો હતો. માર્કેટમાં તાપના લાગે તે હેતુસર સામસામે કેબિનો ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી બાંધી હતી જે સળગવા લાગી હતી. જેને તાત્કાલિક કાપી નાખતા આજુબાજુના કેબિનોમાં વધુ લાગતી આગને અટકાવવામાં આવી હતી. પાવીજેતપુર શાકમાર્કેટમાં ફાટક પાસે આવેલા કેબિનોની પાછળના ભાગે કોઈક અજાણ્યા ઇસમે કચરો સળગાવતા કેબિનોમાં આગ લાગતા બળીને ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. જેમાં ઇનાયત્તુલ્લાહભાઈને વધુ નુકસાન થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો