તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:પાવી જેતપુર ખાતે જાહેરમાં મેડિકલ વેસ્ટ પડી રહેતાં સંક્રમણ થવાનો ભય

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ટેસ્ટિંગ ડોમના સ્થળની પાછળ મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળ્યો

પાવી જેતપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. મેડિકલ વેસ્ટના મામલે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાની બીજી લહેરના સમયે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઊભા કરવામાં આવ્યા હતા. અને દરરોજ સેંકડોની સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા.પાવી જેતપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ગ્રામ પંચાયતની ખુલ્લે જગ્યામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવતા હતા.

પરંતુ આ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં વપરાતા સાધનો કોરોનાની બીજી લહેર પૂરી થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટ કોથળામાં ભરીને કેમ્પના સ્થળે જ ફેકીને જતાં રહ્યા હતા. આ મેડિકલ વેસ્ટમાં વપરાયેલી રેપીડ એન્ટીજ્ન ટેસ્ટની કીટ, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્સ, કોરોના ટેસ્ટિંગ સ્ટિક અને વપરાયેલા માસ્ક પણ પડેલા જોવા મળતા હતા.આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યુ કે અહીંયાથી અમારે દરરોજ અવાર જવર કરવાની હોય છે. અને આ જગ્યાએ જ મેડિકલ વેસ્ટ પડી રહેતા અમને પણ કોરોના લાગી જાય તેનો ડર હંમેશા સતાવી રહ્યો છે.

અહીયાં કોરોના ટેસ્ટિંગ કરવા તંબુ બનાવ્યો હતો. તે લઈ ગયા, પણ મેડિકલ વેસ્ટ અહીંયાથી લઈ નથી ગયા. પાવી જેતપુર ખાતે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અને એક મહીના કરતાં વધુ સમય થઈ જવા છતાય મેડિકલ વેસ્ટ અહીયાં પડી રહેતા લોકોમા કોરોનાનો ભય હજુ કામ રહેવા પામ્યો છે.

દોઢ માસથી મેડિકલ વેસ્ટ અહીં જ પડેલો છે
અમે અહીયાંથી જ અવર જવર કરીએ છે. અને આ મેડિકલ વેસ્ટ દોઢ મહીનાથી અહીયાં જ પડેલો છે. તેમાં ટેસ્ટિંગ કીટ, માસ્ક, પીપીઇ કીટ પણ પડેલી છે. કોઈ લેવા આવતું જ નથી. > રવી તડવી, સ્થાનિક યુવાન

અન્ય સમાચારો પણ છે...