તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વાઘવા રોડ વિસ્તારમાં RCC રોડ માટે વધુ પડતું ખોદકામ કરી દેવાતાં રજૂઆત

પાવી જેતપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવીજેતપુરમાં ગંદકીનો ઉપદ્રવ થતાં સ્થાનિકોની CM સમક્ષ રાવ
  • રોડ નીચો બનાવી દેવાતા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે

પાવી જેતપુરમાં છેલ્લા બે વર્ષમાં ગામના મોટાભાગના આર.સી.સી.રોડ નવા બનાવવામાં આવ્યા છે. જેમાં વાઘવા રોડ બનાવતી વખતે ખોદકામ કરીને વધુ પડતો નીચો બનાવી દેવાતા ચોમાસામાં ખૂબ પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરીને રોડને ફરીથી લેવલ કરી બનાવવાણી માગણી કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ પાવી જેતપુરમાં છેલ્લા બે વર્ષમાં ગામના મોટાભાગના આર.સી.સી. રોડ નવા બનાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક રોડને ખોદકામ કરીને ફરીથી બનાવવામાં આવ્યા છે. ત્યારે વાઘવા રોડ પર પણ નવો આર.સી.સી. રોડ બનાવવા માટે ખોદકામ કરીને બનાવતા જૂના લેવલથી પણ નીચો બનાવી દેવામાં આવ્યો છે. જેના કારણે રોડની નીચેથી પસાર થતી ગટર લાઇન અને પાણીની લાઇન ઉપર આવી ગઈ છે.

આ રોડ પર પાઇપ ફેક્ટરી તેમજ ભારદારી વાહનોની સતત અવર જવર રહેતી હોવાને કારણે પાઇપ લાઇન વારંવાર તૂટી જાય છે અને ગટરના પાણી, વરસાદી પાણી રોડ પર જ વહે છે. જેને લઈને સ્થાનિક રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે સ્થાનિક રહીશોએ ગામના સરપંચને મૌખિક રજૂઆત કરતાં સરપંચ દ્વારા તમોએ મને વોટ નથી આપ્યા એટલે હું તમારા ફળીયામાં વિકાસના કામ નહી કરું તેવા જવાબ આપ્યો હોવાનો આરોપ મુખ્યમંત્રીને કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિક લોકોએ પોતાને પડતી સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રી સમક્ષ રાવ કરી છે.

અન્ય સમાચારો પણ છે...