અકસ્માતનો ભય:લુણાજા ડુંગરભીત વચ્ચેના જર્જરિત કોઝવેથી વાહનચાલકોને હાલાકી

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લુણાજા ડુંગરભીત વચ્ચેના જર્જરિત કોઝવેને નવો બનાવવા સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે. - Divya Bhaskar
લુણાજા ડુંગરભીત વચ્ચેના જર્જરિત કોઝવેને નવો બનાવવા સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે.

પાવી જેતપુર તાલુકાના લુણાજાથી ડુંગરભીત વચ્ચે આવેલો કોઝવે જર્જરિત થઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભીખાપુરાથી ધોળીસામેલને જોડતો રસ્તો ચોમાસાની ઋતુ દરમિયાન બિસ્માર બનતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લુણાજા ડુંગરભીત વચ્ચે આવેલા કોઝવે પર વારંવાર પાણી ફરી વળે છે જેને પગલે કોઝવે ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. મોટામોટા ખાડામાં સળિયા બહાર આવી ગયા છે જેનાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. ભીખાપુરાથી મોટીખાંડી, ધોળીસામેલનો રસ્તો મધ્યપ્રદેશના સરહદી ગામોને જોડતો રસ્તો છે. જેને પગલે અહીં વાહનવ્યવહાર પણ વધારે રહેતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો ખૂબ બિસ્માર બન્યો છે. રસ્તાની બન્ને બાજુમાં ઝાડી-ઝાંખરા, ઘાસ ઊગી નીકળતા રસ્તો સાંકડો બની ગયો છે.

જેથી સામસામે આવતા વાહનોને સાઈડ આપવામાં વાહનચાલકોને મુશ્કેલી સર્જાય છે. ચોમાસાની ઋતુ હોઈ હાલ વરસાદના પગલે મસમોટા ખાડા પડેલા જોવા મળે છે. ત્યારે બીમાર અથવા સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડવા મોટી મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા આ રસ્તા ઉપરના ખાડા સત્વરે પુરાવી, ઝાડી-ઝાંખરા દૂર કરાવે અને કોઝવેને રિપેર કરાવે અથવા નવો બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...