રજૂઆત:ડો. આંબેડકરની પ્રતિમાની પાછળ સંરક્ષણ દીવાલ બનાવવા રજૂઆત

પાવી જેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવી જેતપુર હાઈવે રોડ પર આવેલી પ્રતિમા પાસેથી નદી વહે છે
  • ચોમાસામાં ભેખડો ધોવાઈ જવાથી પ્રતિમાને નુકસાન થવાનો ભય

પાવી જેતપુર ખાતે જેએન આશીર્વાદ યાત્રા લઈને આવેળા મંત્રી નીમીશાબેન સુથારને સ્થાનિક આગેવાને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ સંરક્ષણ દીવાલ બનાવવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર હાઇવે રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જ્યાં એક હોલલ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ બાજુમાં જ વસાવા નદી વહે છે.

ચોમાસામાં આ નદીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર બનતા અહીની ભેખડો પણ ધોવાઈ જાય છે અને ભવિષ્યમાં આ પ્રતિમાને પણ નુકસાન કરે તેવી ભીતિ રહેલી છે. જેથી અહિંયા સંરક્ષણ દીવાલ બનાવવા માટે બે દિવસ પહેલાં જાણ આશીર્વાદ યાત્રા લઈને આવેલા રાજ્યના નવ નિયુક્ત મંત્રી નીમીશાબેન સુથારને સ્થાનિક આગેવાન લલીત રોહીતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.આ આવેદનપત્ર અંગે મંત્રીએ હકારાત્મક જવાબ આપતા આગામી દિવસોમાં સંરક્ષણ દીવાલ બનાવવાની મંજૂરી મળે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...