હાલાકી:પાવી જેતપુર તાલુકાનું જર્જરિત ઠલકી ST સ્ટેન્ડ ગમે ત્યારે પડવાની હાલતમાં

પાવી જેતપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરવા છતાં તાલુકાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી
  • દુર્ઘટના બન્યા પહેલાં તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ રિપેર કરવા માગ

પાવી જેતપુર તાલુકાના ઠલકી ગામે આવેલ બસ સ્ટેન્ડ છેલ્લાં કેટલાય સમયથી ખંડેર સમાન બની જતાં મુસાફરો અને તેમાં પણ ખાસ કરીને બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ બની જવા પામ્યું છે.

પાવી જેતપુરથી સિહોદ થઈને ઠલકી અને વાઘવા વાંકીને જોડતો રસ્તો છે. ત્યાં ઠલકી ગામનું બસ સ્ટેન્ડ લાંબા સમયથી ખંડેર સમાન બની જવા પામ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ખંડેર બની ગયેલ બસ સ્ટેન્ડનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. તંત્ર કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા આ ખંડેર સમાન બની ગયેલ બસ સ્ટેન્ડ યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી જનતાની માગ ઉઠી છે. પાવી જેતપુર તાલુકા પંચાયતના દંડક અર્જુનભાઈ રાઠવાએ (ઠલકી) દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તાલુકાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.

અન્ય સમાચારો પણ છે...