માંગણી:વડોથ સબસ્ટેશનના 3 ફીડર કિસાન સર્વોદય યોજનામાં સમાવવા માગ

પાવી જેતપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીજળી અઠવાડિયું રાતે અને અઠવાડિયું દિવસે મળે છે
  • ખેડૂતોને હાલ ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત છે

પાવીજેતપુર તાલુકાના વડોથ ખાતે આવેલ સબસ્ટેશનમાં એગ્રીકલ્ચરના ત્રણ ફીડર ચુલી, વસંતગઢ અને કદવાલ આવેલા છે. હાલમાં આ ફીડરોને કિસાન સર્વોદય યોજનામાં સમાવવામાં આવ્યા નથી. જેથી વીજ પુરવઠો એક અઠવાડિયુ રાત્રી અને એક અઠવાડિયુ દિવસે મળે છે. વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી વિના ખેતી મુરઝાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. વીજ પુરવઠો મળે છે પરંતુ રાત્રીના સમયે વીજ પુરવઠો મળે છે. પાવીજેતપુરના કદવાલ,ચુલી, વસંતગઢ વિસ્તારમાં આવતા ગામો જંગલ નજીકના વિસ્તાર છે.

જેથી અહીં રાત્રીના સમયે જંગલી પ્રાણીઓના હુમલાનો ભય સતાવી રહ્યો હોવાથી ખેડૂતો રાત્રીના સમયે ખેતરોમાં પાણી મુકવા જઇ શકતા નથી. અગાઉ પણ ખેડૂતો ઉપર જંગલી પ્રાણીઓના હુમલાના બનાવો બનવા પામ્યા છે. જગતના તાતને હાલ ખેતી માટે પાણીની ખૂબ જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે ખેડૂતોને રાત્રીના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે એવી કદવાલ, ભીખાપુરા સહિતના વિસ્તારના ખેડૂતોની માગ છે.