પાવીજેતપુરના તળાવને પ્રવાસનસ્થળ તરીકે વિકસીત કરી વચ્ચે સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યૂ બનવવા ગ્રામ પંચાયતની કલેકટર કચેરીમાં બે વર્ષથી માંગ કરી છે. જે 11 માર્ચના રોજ પ્રવાસન કમિટીની મિટિંગમાં મંજૂર થાય તેવી જનતાની બુલંદ માગ ઉઠવા પામી છે.
પાવી જેતપુરએ નેશનલ હાઇવે રોડ પાસે સ્ટેટ વખતનું 52 એકર જેટલું મોટું તળાવ આવેલું છે. જેમાં વર્ષો પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય, શંકરટેકરી મંદિર, કબ્રસ્તાન, બ્લોક હેલ્થ ઓફીસ જેવી સરકારી કચેરીઓને જગ્યા ફાળવ્યા બાદ પણ આજે અંદાજીત 35 એકર જેટલી જગ્યામાં તળાવ અસ્તિત્વમાં છે. આ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરી વચ્ચે 108 ફુટ ઉંચુ સ્વામી વિવેકાનન્દજીનું સ્ટેચ્યૂ બનાવવા માટે પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા કલેકટર, છોટાઉદેપુરને રજુઆત કરવામાં આવી છે.
આ તળાવની નજીક ગ્રામ પંચાયત દ્વારા દેશનું પહેલું પંચાયત લેવલનું એન્જોય પાર્ક, બગીચો, દેશનો પંચાયત કક્ષાનો સૌથી પ્રથમ ઊંચો રાષ્ટ્રધ્વજ પોલ, ઇન્ડોર - આઉટ ડોર જીમનેશિયમ બનાવવામાં આવ્યું છે. પાછળ ઓરસંગ નદી કિનારે વર્ષો જુનું શંકર ટેકરીએ મંદિર આવેલું છે. ત્યારે આજુબાજુના ગામોના અન્ય લોકો પણ હરવા - ફરવા તરીકે આ જગ્યા ઉપર આવી રહ્યા છે.
ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, આ વિસ્તારમાં મોટા ઉધોગો કે જીઆઇડીસી આવેલ નથી. લોકોને રોજી રોટી મેળવવા માટે અન્ય જગ્યાએ હિજરત કરવી પડે છે. ત્યારે આ તળાવને પ્રવાશન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવેતો રોજગારીમાં પણ વધારો થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.