તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:પાવીજેતપુરમાં ઘડિયાળના ટાવર સાથે સર્કલ તેમજ હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ

પાવી જેતપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંસદના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

પાવીજેતપુર તીનબત્તી ખાતે ધનતેરસની સંધ્યાએ ઘડિયાળના ટાવર સાથેનું સર્કલ તેમજ હાઇમાસ્ટ લાઇટિંગ ટાવરનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પાવીજેતપુરના માદરેવતન યોજના અંતર્ગત પાવી જેતપુરના અમેરિકાના ફ્લોરિડામાં રહેતા સુનિલકુમાર નગીનલાલ શાહની લોકભાગીદારીથી પાવી જેતપુર ગામના હાર્દ સમા વિસ્તાર તીનબત્તી ખાતે “સ્વ. નગીનલાલ પુંજાલાલ શાહ સર્કલ’ અતિઆધુનિક ચારેબાજુથી ઘડિયાળ જોઈ શકાય તેવા ઊંચા ટાવર સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયત રેતી કંકરની ગ્રાન્ટમાંથી હાઈમાસ્ક લાઇટિંગ ટાવર બનાવવામાં આવ્યું છે. જે રાત્રિના સમયે દીવસ જેવું અજવાળું કરી દે છે.

અતિઆધુનિક સર્કલ તેમજ હાઈમાસ્ટ લાઇટિંગ ટાવરનું લોકર્પણ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પાવી જેતપુરના તીનબત્તી વિસ્તારમાં લાઇટિંગ ટાવર મુકાતા ગામની રોનક બદલાઈ ગઈ છે. આ પ્રસંગે ગીતાબેન રાઠવાએ ગામમાં લાઇટિંગ ટાવર લગાવતા સરપંચને આવા કામા કરતાં રહેવાની સૂચન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ રામસીંગ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, પૂર્વ જિલ્લા ભાજ્પ પ્રમુખ જશુભાઇ રાઠવા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો