તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:પાવી જેતપુર અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે કોર્ટેનું જપ્તી વોરંટ

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલી કારોબારી ચેરમેન હિતેશભાઈ અને પાવી જેતપુર કારો. ચેરમેન યોગેશ રાઠવા - Divya Bhaskar
બોડેલી કારોબારી ચેરમેન હિતેશભાઈ અને પાવી જેતપુર કારો. ચેરમેન યોગેશ રાઠવા
  • ચેક બાઉન્સ કેસમાં 20% રકમ કોર્ટમાં જમા ન કરાવતા નામદાર કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યા

પાવી જેતપુર તેમજ બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની વિરુદ્ધમાં ચેક બાઉન્સ કેસમાં 20% રકમ કોર્ટમાં જમા ન કરાવતા છોટાઉદેપુર નામદાર કોર્ટ દ્વારા બન્ને જણ સામે જપ્તીના વોરંટ ઇસ્યુ કરાતા રાજકારણ ગરમાયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યોગેશ રાઠવાએ રૂ. 3,50,000 અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિતેશ કોળીએ રૂ. 5,00,000 અલગ અલગ રીતે અંગત કામથી તેઓના મિત્ર જતીન જયસ્વાલ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા લીધા હતા તે પેટે ચેક આપ્યા હતા. આ બન્ને જણે આપેલા ચેક જતીનભાઈ જયસ્વાલે બેંકમાં ભરતા બન્ને જણના ચેક બાઉન્સ થયા હતા. જેને લઈને જતીનભાઈ જયસ્વાલે યોગેશ રાઠવા અને હિતેશ કોળી સામે વર્ષ 2019માં અલગ અલગ ચેક બાઉન્સના કેસ છોટા ઉદેપુર નામદાર કોર્ટમાં કરવામાં આવ્યા હતા. જેમાં નામદાર કોર્ટે બન્નેને ચેકની રકમના 20% કોર્ટમાં તા. 18મે 2021 સુધીમાં જમા કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ બન્ને જણે રકમ સમય વીતી જવા છતાં જમા ન કરાવતા નામદાર કોર્ટે બન્ને જણ વિરુદ્ધ જપ્તીના વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરી દેતા સોપો પડી ગયો હતો.

પાવી જેતપુર અને બોડેલીના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે વોરંટ ઇસ્યુ થતા રાજકારણ ગરમાયું છે. બન્ને જણના આવા કૃત્યોને કારણે ભાજપની છબી ખરડાઓ રહી છે અને લોકોમાં આવા નેતાઓ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...