પાવી જેતપુરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં કોરોનાના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જ 4 કેસ કોરોના પોઝિટિવ આવતા બેન્ક બંધ કરવાની ફરજ પડી છે. આ કોરોના વિસ્ફોટને કારણે ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે. પાવી જેતપુરમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે, અને ત્રીજી લહેરમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. પાવી જેતપુરમાં એક જ દિવસમાં કોરોનાના 9 કેસ પોઝીટીવ આવ્યા છે.
જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર સહિત 4 કેસ પોઝિટિવ આવતા બેન્ક બંધ કરવાની ફરજ પડી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ કર્મીઓને તરત જ ઘરે મોકલીને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. તેમજ બેન્કમાં સેનિટાઇઝિંગ પણ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાવી જેતપુર તાલુકામાં વિવિધ જગ્યાએથી મળીને અન્ય 8 કોરોના પોઝિટીવ કેસ આવતા તાલુકામાં એક જ દિવસમાં 17 કોરોના કેસ મળી આવ્યા હતા.
નસવાડી ટાઉનમાં 227 એન્ટિજન ટેસ્ટમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા
નસવાડી : નસવાડી તાલુકો 212 ગામનો છે. ત્યારે આદિવાસી વિસ્તારમા આમ તો કોરોના વાયરસના કેશ બીજી લહેરમા પણ એટલા બધા આવ્યા ન હતા. પરંતુ ત્રીજી લહેર શરૂ થતાંની સાથે જ નસવાડીના વઘાચ ગામે કોરોનાનો 1 પોઝિટિવ કેશ આવ્યો. અને ત્યારબાદ તણખલા ગામ અને હવે નસવાડી ટાઉનના નૂર નગરમા 1 વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. એકંદરે કોરોના વાયરસની એન્ટ્રી નસવાડી ટાઉન અને તાલુકાના મુખ્ય સેન્ટર તણખલા ગામમા થઈ ગઈ છે. જે વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે.
તેમનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોમ કોરોનટાઈન કરાયા છે. અને જરૂરી સૂચનો પણ આપ્યા છે. સાથે દરરોજ ડોકટર તેમની જાત તપાસ કરવા આવશે. તેમ આરોગ્ય વિભાગ જણાવ્યું છે. નસવાડી તાલુકાના 7 પીએચસી અને 2 સીએચસી તેમજ ધામસીયા પાસે ચેકપોસ્ટ અને નસવાડી તાલુકા સેવાસદન બહાર છેલ્લા 7 દિવસથી દરરોજ આર ટી પી સી આર અને એન્ટીજન ટેસ્ટ કરાઈ રહ્યા છે.
જેમાં RTPCR ટેસ્ટ 209, એન્ટીજન ટેસ્ટ 227 લોકોના કર્યા છે. અને અત્યારસુધીમા એન્ટીજન ટેસ્ટમા કુલ 3 પોઝિટિવ કેશ આવ્યા છે. નસવાડી તાલુકામા કોરોનાના 3 કેશ આવતા આરોગ્ય વિભાગ લોકોને સતત સાવચેત કરી રહી છે. અને કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરવા સૂચનો કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.