તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાવી જેતપુર તાલુકા પંચાયત ચૂટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રીયા આજે પૂરી થઈ ગઈ છે ત્યારે ભાજપ દ્વારા લાવવામાં આવેલ નિયમનો છડે ચોક ભંગ કરીને 75 વર્ષના વયોવૃદ્ધને મોટી અમરોલ તાલુકા પંચાયતની ટીકીટ ફાળવાતા વિવાદ સર્જાયો છે.પાવી જેતપુર તાલુકા પંચાયતની ચૂટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ભાજપ દ્વારા 60 વર્ષની ઉંમર, 3 ટર્મ ચૂટાયેલાને ટીકીટ નહી આપવાનો નિયમ બનાવાયો છે. છતાં પણ તાલુકા ભાજપ દ્વારા મોટી અમરોલ તાલુકા પંચાયતની બેઠક ઉપર 75 વર્ષના વયોવૃદ્ધને ટિકિટ ફાળવી દેવામાં આવી છે.
એક તરફ ભાજપનું પ્રદેશ સંઘઠન આ નિયમો ચુસ્ત પણે પાળવા માટે અપીલ કરે છે. છતાય સ્થાનીક સંઘઠનના હોદ્દેદારો પ્રદેશ સંઘઠનની આંખમાં ધૂળ નાખીને આવા વયોવૃદ્ધ ઉમેદવારની ભલામણ કરીને ટિકિટ ફાળવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોટી અમરોલ તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર કોયજીભાઈ મીચરાભાઈ રાઠવાએ પોતાની ઉમેદવારી ફોર્મની સાથે આપેલા એફીડેવીટમાં તેમની ઉંમર ૭૫ વર્ષ દર્શાવી છે જ્યારે તેમના ૪ સંતાનની ઉંમરમાં રસીકભાઈ કોયજીભાઇ રાઠવાની ઉંમર ૫૩ વર્ષ, મંજુલાબેન રાઠવાની ઉંમર ૪૩ વર્ષ, કવિતાબેન રાઠવાની ઉંમર ૪૮ વર્ષ, અને ભારતભાઈ રાઠવાની ઉંમર ૪૧ વર્ષ દર્શાવી છે જેના આધારે પણ ભાજપના નિયમોનો ભંગ કરીને આવા વયોવૃદ્ધને ટિકિટ ફાળવાતા કાર્યકરોમાં રોષ જોવા મળે છે ત્યારે કેટલાક કાર્યકરોએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી પણ નોધાવી છે.
મને આ બાબતે બહુ ખ્યાલ નથી
આ ભાઈનું નામ ચર્ચામાં આવ્યું ત્યારે ઉંમર ખોટી લખી છે તેવી ચર્ચા થઈ હતી એટલે બહુ ધ્યાન અપાયું ન હતું પણ એફીડેવીટમાં લખ્યું હોય એટલે એ સાચું. મને આ બાબતે બહુ ખ્યાલ નથી. > રમણભાઈ બારીયા, પ્રમુખ, પાવી જેતપુર તાલુકા ભાજપ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.