છબરડો:આત્મનિર્ભર યાત્રાની પત્રિકામાં કોંગી MLA-MPના નામ ગાયબ

પાવી જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર પ્રોટોકોલ ભૂલી ગયું
  • પાવીજેતપુરની આત્મનિર્ભર ગ્રામયાત્રાની ઇ-પત્રિકામાં છબરડો

પાવી જેતપુર એપીએમસી ખાતે યોજાનાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત રાજ્યના મંત્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં થનાર છે. જેની છોટા ઉદેપુર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ઇ નિમંત્રણ અપાયું છે. જેમાં ભાજપના સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા, જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના નામ લખાયા છે. નિયમ પ્રમાણે જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદના નામ હોવા જોઈએ. પરંતુ વહીવટીતંત્રે નિયમો નેવે મૂકીને કોંગ્રેસના બે ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદના નામનો છેદ ઉડાડતા તંત્રની કાર્યદક્ષતા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...