મારામારી:બોરધામાં લગ્નમાં ઝઘડો થતાં પાઇપ વડે હુમલો થતાં 9 ઈસમો સામે ફરિયાદ

પાવી જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિમોડી કરી પરત આવતા સમયે નાચવા બાબતે ઝઘડો થયો

પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે રહેતા લાલુ ઉર્ફે લાલિયાભાઈ પુનીયાભાઈ રાઠવાના કુટુંબમાં લગ્ન હોય તેથી પોતાના ગામમાં જ લગ્નમાં ગયા હતા. સાંજે નાચતા કુદતા ગામના માણસો સીમોડીની વિધી કરવા માટે ગયેલા અને વિધી કરી પરત આવતા હતા. ત્યારે ગામના મગનભાઇ રાઠવાના ઘર આગળ ઘણા માણસો કુદતા હતા. તે સમયે લાલુભાઈની પાછળ ગામના જીતુભાઇ રાઠવા જેમતેમ કુદતા હોય, જેઓના હાથ આગળ કુદતા લાલુભાઇ તેમજ અન્ય માણસોને વાગતા હતા.

જીતુભાઇનો હાથ લાલુભાઇના માથામા વાગેલ જેથી લાલુભાઈએ જીતુભાઇને જણાવેલ કે જરા વ્યવસ્થિત કુદો, વાગે છે. તેમ કહેતા જીતુભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ લાલુભાઇને જમીન ઉપર ફેકી દીધેલ, તે સમયે લાલુભાઇ ભાગવા જતા તેઓનું ઉપરાણુ લઇ વરઘોડામાં નાચતા અલ્કેશભાઇ, મગન, ગુમાન, શૈલેષ, અરવિંદભાઇ, કિંદર રાઠવા (તમામ રેહ. બોરધા) નાઓ મારવા લાગેલા જેથી લાલુભાઇને છોડાવવા તેઓના કાકાની છોકરી નામે પાયલ રાઠવા તથા અંકુરભાઇ બકલાભાઇ રાઠવા વચ્ચે પડતા વરઘોડાની બાજુમાં ઉભેલ દિનેશભાઇ રાઠવા, સુરેશભાઇ રાઠવા તેઓનું ઉપરણુ લઇ દોડી આવેલા અને કહેવા લાગેલા કે અગાઉ છોકરી નાસી જવા બાબતમા લાલુનો ટેકો હતો. તેમ કહી એને ઠોકો, તેમ જણાવતા અલ્કેશે તેના હાથમાની લોખંડની પાઇપ લાલુભાઇને બરડાના ભાગે મારી ઇજા કરેલ, જીતુભાઇએ તેના હાથમા કડા જેવું પહેરેલ તે પાયલબેનને બરડાના ભાગે તથા છાતીના ભાગે ગડદા પાટુનો માર માર્યો તેમજ અંકુરભાઇ બકલાભાઇનાઓને જમણા પગની ઘૂંટી પાસે તથા બરડાના ભાગે ગડદા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. લાલુભાઈ રાઠવા દ્વારા બોરધા ગામના 9 ઈસમો વિરૂદ્ધ કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...