તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મોટી રાસલી રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત

પાવી જેતપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈજાગ્રસ્તને પાવીજેતપુર CHCમાં ખસેડાયો જ્યાં સારવાર વેળા તેનું મોત નિપજ્યું
 • બાઈક સવાર મોટી રાસલી ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા

મોટી રાસલીના રાજુભાઇ નારસિંગભાઈનો પુત્ર હરેશભાઈ રાઠવા સાંજના સમયે પોતાના પિતાને કહીને પાવીજેતપુર બજારમાં કામ અર્થે પોતાની મોટરસાયકલ લઈ આવ્યા હોતા. કામ પતાવી મોટી રાસલી પોતાના ઘર તરફ પોતાની બાઇક લઈને જતા હતા.

પાવી જેતપુર નજીક મોટી રાસલી રોડ ઉપર, પેટ્રોલ પંપની પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને ભયંકર ટક્કર મારી એકસીડન્ટ કરી હરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હરેશભાઈને તાત્કાલિક 108માં પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું હતું.

આમ, પાવીજેતપુર તાલુકાના મોટી રાસલીના બાઈક ચાલક યુવાન હરેશભાઈ (ઉ. વ. 17) ને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન કરુણ મોત થવા પામ્યું છે. જે અંગે પાવીજેતપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો