તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરાડુંગરીનાં બસ સ્ટેન્ડ પાસે બાઈક પર દારૂ લઈ જતો એક ઇસમ ઝડપાયો

કદવાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, બાઈક, મોબાઈલ મળી કુલ કિં.રૂ. 79,960નો મુદ્દામાલ જપ્ત

પાવીજેતપુર તાલુકાનાં મોરાડુંગરી ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમ રાત્રિનાં સમયે પાનવડથી ખાંટીયાવાંટ ચાર રસ્તા થઇ ચલામલી તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકતનાં આધારે મોરાડુંગરી બસ સ્ટેન્ડથી આગળ રોડની ઉપર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન સ્ટાફે કરાલી પોલીસ સ્ટાફ સાથે રાખી નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન થોડીવારમાં એક બાઈક આવતા પોલીસે બેટરી મારી ઉભી રાખી હતી અને તપાસ કરતાં લાલ કલરના પૂંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ મળી આવી હતી.

પોલીસે સાડીથી બાંધેલ પોટલી ખોલી તપાસ કરતા જેમાંથી 1 ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસની 750 મિ.લીનાં પ્લાસ્ટિકની બોટલના બોક્સ નંગ-4 જે એક બોક્ષમાં 12 નંગ પ્લાસ્ટિકના બોટલ જેની કિં.રૂ. 25,200 હતી. 2 ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસની 180 મિ.લી.નાં પ્લાસ્ટિકના ક્વાટરિયાના બોક્ષ-1 જેમાં એક બોક્ષમાં 50 નંગ ક્વાટરિયા મળી આવ્યા હતા. જે એક બોટલની કિં.રૂ.130 લેખે કુલ 50 ક્વાટરિયાની કુલ કિંમત રૂ.6500 થતી હતી અને 3 માઉન્ટસ 600 સુપર સ્ટ્રોંગ બિયરના 500 મી.લિનાં 1 બોક્ષમાં 24 નંગ જેની એક નંગ કિંમત 115 ગણી કુલ 24 નંગના 2760નાં પ્રોહી મુદ્દામાલ મળી કુલ બોટલ નંગ 122ની કુલ કિં.રૂ. 34,460નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ કામનાં પકડાયેલા આરોપી જેન્તી ડુંગરસિંગ રાઠવા રહે ઉડકોઈ, ફેરકુવા તા. બોડેલી જિ. છોટાઉદેપુર મૂળ રહે કનલવા તા.કવાંટ બાઈક પર વિદેશી દારૂની કિંમત 34,460 તથા બાઈકની કિંમત 45,000 તથા મોબાઇલ રૂા. 500 મળી કુલ 79,960નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...