ભાસ્કર વિશેષ:નાગણનું રેસ્કયૂ કર્યા બાદ તેના 7 ઇંડાને વનવિભાગે માવતરની જેમ સાચવ્યા, કૃત્રિમ ઉછેરથી 2 નો જન્મ

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવીજેતપુરના વદેસિયાથી નાગણ સાથે 7 ઈંડા મળ્યા હતા, બચ્ચાંને સુરક્ષિત છોડ્યા

પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામેથી નાગણ સાથે 7 ઈંડા મળ્યા હતા. તેમાંથી કૃત્રિમ રીતે ઉછેર કરતા 2 બચ્ચાનો જન્મ થતાં બંને બચ્ચાઓને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામે એક સાપ નીકળ્યો હોય જે અંગેની જાણકારી વનવિભાગમાં થતા આર.એફ.ઓ વનરાજસિંહ સોલંકી સાપ પકડવાના નિષ્ણાત એવા આકાશભાઈ તડવીને લઇ સ્થળ ઉપર પહોંચી જઈ રેસ્ક્યૂ કરી માદા નાગણને પકડી હતી. તેની સાથે 7 નાગણના ઈંડા હતા.

જે ઈંડાને આર.એફ.ઓ. વનરાજ સિંહ સોલંકી, ડોક્ટર ભટ્ટ તેમજ રેસ્ક્યૂ કરનાર આકાશ તડવીના સંયુક્ત પ્રયાસોથી ઇંડાઓને કૃત્રિમ રીતે કોટનમાં રાખી ઈંડામાંથી 2 બચ્ચાનો જન્મ થયો હતો. જે બચ્ચાઓનો કુત્રિમ ઉછેર કરી જંગલમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા હતા. વનવિભાગના આર.એફ.ઓ. જીવદયાનું કામ કરી નાગણના ઇંડાઓમાંથી નાગણનાં બચ્ચાઓને ઉછેર કરી જંગલમાં સુરક્ષિત છોડી, જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...