ધરપકડ:સોનીની દુકાનેથી થયેલી ચોરીનો આરોપી ઝડપાયો, મોબાઇલ ચોર CCTV ફૂટેજના આધારે પકડાયો

પાવી જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાવી જેતપુરમાં સોનીની દુકાનના કાઉન્ટર ઉપરથી બપોરના સમયે દુકાનદાર જમવા ગયો હતો. ત્યારે મોબાઇલની ચોરી થઈ હતી. જે અંગે ફરિયાદ થતા પાવી જેતપુર પોલીસે દુકાનના, આજુબાજુ દુકાનોના તેમજ પંચાયતના સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદારની મદદથી મોબાઈલ ચોર છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામનો સુનિલભાઈ ભાવસિંગ ભાઈ નાયકા (ઉ. વ. 24) હોઈ જેના ઘરે જઈ અટક કરી હતી.

તપાસ કરતા સુનિલભાઈ નાયકા પાસેથી રેડમી કંપનીનો એન્ડ્રોઇડ સ્માર્ટ મોબાઈલ સોનીની દુકાનેથી ચોરેલો મળી આવતા તેની અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર પોલીસે આરોપીની કડક પૂછતાછ હાથ ધરતા મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...