ભાસ્કર વિશેષ:ઠલકી ગામેથી સાપ તેમજ કીકાવાડાથી અજગર પકડાયો

પાવી જેતપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઠલકી ગામે સાપ તથા કિકાવાડા ગામે અજગર પકડાયો હતો. - Divya Bhaskar
ઠલકી ગામે સાપ તથા કિકાવાડા ગામે અજગર પકડાયો હતો.
  • 8 ફૂટ લાંબા સાપ અને 12 ફૂટ લાંબા અજગરને જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા

પાવીજેતપુર તાલુકાના ઠલકી ગામેથી 8થી 10 ફૂટ લાંબો સાપ તેમજ કીકાવાડા ગામથી 12 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા છે.પાવીજેતપુર તાલુકાના ઠલકી ગામે ચિરાગભાઈ ભિમકુમાર રાઠવાના ઘરની બાજુમાં નળિયા પડી રહ્યા હતા. ત્યાં અંદરની બાજુમાં ઉંદરના દરમાં એક મોટો ધામણ સાપ ઘૂસી ગયો હતો. વારંવાર ચીમનભાઈના ઘરમાં અવર જવર કરતો હતો. પરંતુ સાપની અવર જવર ઘરમાં વધી જતા, સાપ પકડનાર પાવી જેતપુરમના નસીબભાઈ તડવી તેમજ તેમના પત્ની જ્યોતિકાબેન તડવીને બોલાવવામાં આવ્યા હતા.

તેઓ ત્યાં પહોંચી મોટરથી પાણી ચાલુ કરી ઉંદરના દરમાં પાણી નાખતા ઉંદરના દરમાં ભરાઈ ગયેલો 8થી 10 ફૂટ લાંબો સાપ બહાર નીકળ્યો હતો. જેને ઝડપીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.બીજા બનાવમાં પાવીજેતપુરથી 12 કિલોમીટર જેટલા અંતરે આવેલ કિકાવાડાના લક્ષ્મણભાઈ મંગાભાઈ હરીજનના ઘરની આગળના ભાગે એક મહાકાય અજગર બિલાડીના બચ્ચાને ખાઈ ગયો હતો. અને ઘરની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો.

ત્યારે ગભરાયેલા લક્ષ્મણભાઈએ તાત્કાલિક નસીબભાઈ તડવીને બોલાવવામાં આવતા નસીબભાઈ પોતાની પત્ની સાથે રાત્રે 10 વાગે કિકાવાડા ગામે પોહચી જઈ 10 જ મિનિટમાં 12 ફૂટ લાંબો તથા 45 કિલો જેટલા વજનના મહાકાય અજગરને પકડી લઇ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.

સંખેડા ઉંડા ફળિયામાં બાથરૂમમાંથી 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું
સંખેડા ઉંડા ફળિયામાં બાથરૂમમાંથી 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરની કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે સંખેડા પેટ્રોલ પંપની પાછળ આવેલા ઉંડા ફળિયામાં એક ઘરના બાથરૂમમાં અજગર હોવાની જાણ સંખેડાની એનિમલ રેસ્ક્યુ ટીમને થઈ હતી. જેથી આ ટીમના રાજુભાઈ બેલીમ, સદ્દામ બેલીમ, અઝરૂ બેલીમ, પ્રતિકભાઇ દેસાઈ અને જીતુભાઈ તડવી અહીંયા આવી ગયા હતા. અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. 11 ફૂટ જેટલો લાંબો અજગર હતો એને રેસ્ક્યુ કર્યા બાદ જંગલખાતાને જાણ કરી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...