તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:કોહીવાવના શખ્સની ગાડી બળજબરીથી વેચાણ કરાવી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવીજેતપુરના બે ઈસમોએ મારી નાખવાની ધમકી આપી હતી

પાવી જેતપુરના બે વ્યક્તિઓ કોહીવાવના વ્યક્તિની ગાડી ભાડે લઈ હાલોલ જઈને બળજબરી વેચાણ કરાવી દેતા પાવી જેતપુર પોલીસ મથકે આઠ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ છે.

31 ડિસેમ્બર 2013માં કોહીવાવના ફતુભાઈ મગનભાઈ રાઠવાની ટાટા એસ ગાડી ભાડે લઈ જવાની છે કહીને પાવી જેતપુરના જયેશ મગન બારિયા અને તાલિબભાઈએ બોલાવ્યા હતા. વાત થયા પ્રમાણે ગાડી લઈને ફતુભાઈ રાઠવા તેમજ તાલિબભાઈ હાલોલ સાઇબાબાના મંદિરે ઉભા રહેવાનું કહેતા ત્યાં જઈને અશોકભાઈને અગાઉથી ફોન કરીને જાણ કરતા તેઓ તેમની ઓટો કન્સલ્ટની ઓફિસે ગયા હતા. ઓટો કન્સલ્ટન્ટ અશોકભાઈ પારેખ તથા તેમના કર્મચારી ગણપતભાઈ પરમારનાઓએ હવે તારાથી ગાડીના હપ્તા નહિં ભરાય કહીને ફતુભાઈ રાઠવાની ગાડી વેચાણ અંગે જબરજસ્તીથી વેચાણ કરાર કરાવી દીધો હતો. અને જો તું કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગાડીના હપ્તા ન ભરતા બેન્કમાંથી ઉઘરાણી થતા ફતુભાઈએ જયેશભાઇ બારિયા, તાલિબભાઈ, અશોકભાઈ પારેખ અને ગણપતભાઈ પરમાર વિરુદ્ધ પાવી જેતપુર પોલીસ મથકે 8 વર્ષ બાદ અરજી આપતા પાવી જેતપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ઇપીકો 386, 120 બી હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...