દીપડાનો હુમલો:પાવીજેતપુરના કુંડલ ગામે ઘર આંગણે સૂઇ રહેલા બાળક પર દીપડાનો હુમલો

પાવી જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તને બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાઈ

પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામે રાત્રીના સમયે પપ્પુભાઈ ગણપતભાઈ નાયકા ( ઉ. વ. 7) પોતાના પરિવાર સાથે ઘર આંગણે સુતા હતા. ત્યારે એકાએક રાત્રીના 1.15 વાગે જંગલી દીપડો જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જઈ સૂતેલા પપ્પુભાઈ નાયકા ઉપર એકાએક હુમલો કરી દેતા માથાના ભાગે દીપડાના દાંત ભયંકર રીતે વાગ્યા હતા. પરિવારના સભ્યો ઉઠી જતા બુમાબુમ કરતા દીપડો ગભરાઈને ફરીથી જંગલમાં ભાગી ગયો હતો.

108માં પપ્પુભાઈને બોડેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓની સારવાર કરાઈ હતી. ઉનાળાની ગરમી વધતા જંગલમાંથી પ્રાણીઓને ખોરાક-પાણી મળતા ઓછા થઈ જવાના કારણે, જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં દોડી આવે છે અને તે માનવ ઉપર હુમલા કરી દે છે. 10 દિવસ પહેલા મુવાડા ખાતે દીપડો એકાએક ત્રાટકતા 5 ઈસમોને ઘાયલ કર્યા હતા. તેમજ એક ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં પાંજરું મૂક્યું હતું. પરંતુ હજુ દીપડો પકડાયો નથી. કુંડલમાં પાંજરૂ મૂકી દીપડાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી આવી છે.

અન્ય સમાચારો પણ છે...