તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાવી જેતપુર પોલીસ મથકે હલ્લો કરનાર મહિલાઓ સહિત 27 સામે ગુનો નોંધાયો

પાવી જેતપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રોહીબિશનના આરોપીને પોલીસના કબજામાંથી છોડાવી જવાના ગુનામાં કાર્યવાહી

પાવી જેતપુરમાં બે દિવસ પહેલા પોલીસ મથકે પીએસઆઈ સામે ફરિયાદ દાખલ કરવા મુદ્દે હલ્લાબોલ કરનાર 25થી 30 જણ સામે ગુનો દાખલ કરતા ચકચાર મચી ગઇ છે.

પાવી જેતપુરના ઘૂંટીયા ગામે પીએસઆઈ દ્વારા ખેપિયાઓને લાકડી વડે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પાવી જેતપુરના પીએસઆઈ સામે ફરિયાદ દાખલ નહિ કરતા ખોરવાણિયા ગામની મહિલાઓએ પાવી જેતપુર પોલીસ મથકે હલ્લાબોલ કર્યા બાદ પોલીસે પીએસઆઈ, એક કોન્સ્ટેબલ અને જીઆરડી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેને લઈને પાવી જેતપુર પોલીસે હલ્લાબોલ કરનાર લીલેશભાઈ ગુલીયાભાઇ રાઠવા, ભરતભાઇ ફૂલસીંગભાઈ રાઠવા, મહેન્દ્રભાઇ રમેશભાઈ રાઠવા અને શર્મીલાબેન રાજેશભાઈ રાઠવા તેમજ અન્ય 25થી 27 મહિલાઓ અને પુરૂષો સામે પીએસઆઈની ચેમ્બરમાં ઘૂસી જઈ ટેબલ ઉપર પડેલ સામાનની તોડફોડ કરી, જીઆરડી મહિલા સાથે ઝપાઝપી અને ધરણા પર બેસવાની ધમકી આપવા મુદ્દે અને પ્રોહીબિશનના આરોપીને પોલીસના કબ્જામાંથી છોડાવી જવાના ગુનામાં અને જિલ્લા કલેક્ટરના કોવિડ 19ના જાહેરનામાના ભંગ બદલ લીલેશ ગુલસિંગ રાઠવા, ભરત ફુલસિંગ રાઠવા, મહેન્દ્ર રમેશ રાઠવા, શર્મિલા રાજેશ રાઠવા તેમજ બીજા 25થી 27 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો