તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાવી જેતપુરની વન કુટીર ગેરકાયદે રીતે તોડી નખાતાં 4 હજાર દંડ પેટે ડિપોઝિટ કરાવાયા

પાવી જેતપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1991ના વર્ષમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ વન કુટીરનું નિર્માણ કરાવ્યું હતું
  • વન કુટીર તોડી નાંખતા જમીન માલિક અને ડેવલોપરને વન વિભાગે દંડ પેટે ડિપોઝિટ ભરાવી

પાવી જેતપુર ખાતે વર્ષ 1991મા બનાવાયેલું વન કુટીર ગેરકાયદે રીતે તોડી નાંખતા જમીન માલિક અને ડેવલોપરને વન વિભાગે દંડ પેટે રૂ. 4 હજાર ડિપોઝિટ ભરાવીને કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર રેલ્વે સ્ટેશનની સામે વર્ષ 1991ના વર્ષમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા વન મંત્રી હતા તે સમયે વન કુટીરનું નિર્માણ કરાવ્યુ હતું. જે અત્યાર સુધી અસ્તિત્વમાં હતું. પરંતુ પાવી જેતપુરનો નગરનો વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે ત્યારે વન કુટીરની પાછળ આવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ ડેવલોપર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ આ જમીનની આગળ જ વન વિભાગનું વર્ષો જૂનું અને પાવી જેતપુરના એક ઓળખ સમા વન કુટીરને ડેવલોપર દ્વારા વન વિભાગની કોઈપણ જાતની પરમીશન લીધા વિના જ તોડી પાડવામાં આવ્યું હતું અને વન કુટીરને તોડીને ત્યાં ઓફિસ બનાવી દેવામાં આવી છે.જે અંગે પાવી જેતપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પત્ર લખીને નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગને લેખિતમાં આ ગેરકાયદે રીતે વન કુટીરને તોડી પાડનાર સામે ન્યાયિક તપાસ કરવાની માગ કરતાં વન વિભાગ દ્વારા જમીન માલિક અતુલકુમાર રતનલાલ શાહ અને ડેવલોપર જેનુલભાઈ ફીરોજભાઈ ખત્રી સામે ગુનો દાખલ કરી દંડ પેટે રૂ. 4 હજાર ડિપોઝિટ ભરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...