મેઘો અવિરત:ક્વાંટ તાલુકામાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી મામલતદાર કચેરીમાં કમર સુધીના પાણી ભરાયાં

પાવીજેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કવાંટ - Divya Bhaskar
કવાંટ
  • પાવીજેતપુરમાં સોમવારે 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

કવાંટમાં સોમવારે બપોરે 1.00 કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપીરના 12થી 2માં 25 મિમી તેમજ 2થી 4માં વધુ 65 મિમી આમ કુલ 88 મિમી એટલે કે 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કવાંટ મામલતદાર કચેરીમાં કમ્મર સુધીના પાણી ભરાયા હતા અને ઓફિસના કર્મચારીઓ બહાર રસ્તા પર આવી ગયા હતા. કવાંટની મધ્યમાંથી પસાર થતી કોતર બે કિનારે વહેવા લાગી હતી. તદઉપરાંત કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ રોડ, સિંધી ફળિયા, નસવાડી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

પાવીજેતપુરમાં પણ સોમવારે બપોરે એક વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી પાડતાં 2 કલાકમાં 36 મિમી એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં ધરતીપુત્રો આનંદ અને ગેલમાં આવી ગયા હતા. અગાઉનો 754 મળી કુલ 790 મિમી વરસાદ નોંધાવા પામ્યો છે. વર્ષનો 1064 મિમી જેટલો એવરેજ વરસાદ થતો હોઇ હાલ 790 મિમી વરસાદ થઇ જતા 74.25 ટકા જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. મેઘરાજાએ પધરામણી કરતાં તેના અમૃત રૂપી વરસાદનું પાણી સીધુ ખેતરોમાં ઉતરી જતાં ધરતીપુત્રો ખુશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...